નવી દિલ્હી : ચૂંટણીનું વાતાવરણ જેમ જેમ જામતુ જાય છે તેમ તેમ લોકોને આકર્ષવા માટે વિવિધ પક્ષો નવા નવા ગતકડા કાઢે છે. આ જ અનુસંધાનમાં દેશમાંથી ગરીબી હટાવવા માટે રાહુલ ગાંધીએ સંકલ્પ કરતા એક મોટી જાહેરાત કરી હતી. રાહુલે જાહેરાત કરી કે કોંગ્રેસ સરકાર બનશે તો દેશનાં 20 ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. પોતાની દાદીનાં ગરીબી હટાઓ સુત્ર અનુસંધાને રાહુલે દાવો કર્યો કે, અમે દેશથી ગરીબીને મિટાવી દઇશું. તેમણે કહ્યું કે, લઘુત્તમ આવકની આ યોજના તબક્કાવાર લાગુ કરવામાં આવશે. પૈસા સીધા જ ગરીબોનાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કોંગ્રેસની આ યોજનાને મનરેગા પાર્ટ-2 માનવામાં આવી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, 5 વર્ષમાં જનતાને ઘણી મુશ્કેલીઓ પડી છે, એવામાં કોંગ્રેસે નિર્ણય લીધો છે કે અમે ગરીબોનો ન્યાય કરીશું. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે  આ પ્રકારની લઘુત્તમ આવક યોજના વિશ્વમાં ક્યાંય નથી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, લઘુત્તમ આવક સીમા 12 હજાર રૂપિયા રાખવામાં આવશે. 


યોજના અંગે આપી વિસ્તૃત માહિતી
યોજના અંગે સમજાવતા રાહુલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગેરેન્ટી આપે છે કે 20 ટકા સૌથી ગરીબ પરિવારનો દર વર્ષે 72 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. જેના કારણે દરેક જાતી, દરેક ધર્મના ગરીબોને ફાયદો થશે. રાહુલે કહ્યું કે, આ યોજના હેઠળ દરેક વ્યક્તિની માસિક આવક 12 હજાર રૂપિયા થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. દાખલા તરીકે કોઇ વ્યક્તિનો પગાર 6000 રૂપિયા છે તો બાકીના ખુટતા 6000 સરકાર આપશે. કોઇ વ્યક્તિનો પગાર 11000 છે તો બાકીના ખુટતા 1000 રૂપિયા સરકાર ચુકવશે. આ વ્યક્તિ 12 હજાર કે તેથી વધારે આવક થશે એટલે તેનુંનામ યોજનામાંથી આપો આપ હટી જશે. 

કોંગ્રેસની મનરેગા-2
રાહુલે કહ્યું કે, એનપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે દેવા માફીનું વચન આપ્યું હતું. અમે તેને પુર્ણ કર્યું અને આજે દેશનાં 20 ટકા ગરીબો માટે વચન આપી રહ્યા છીએ. પહેલા પાયલોટ પ્રોજેક્ટ ચાલશે અને ત્યાર બાદ આ સ્કીમ લાગુ થશે. રાહુલે કહ્યું કે, આ તમામ પાસાઓ મુદ્દે સમીક્ષા કરવામાં આવી છે. કોંગ્રેસે જાહેરાત કરી કે મનરેગા પાર્ટ-2 માનવામાં આવે. 

વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કરતા રાહુલને કહ્યું કે, વડાપ્રધાન તમને કહે છે કે તેમણે ખેડૂતોને પૈસા આપ્યા. 3.5 રુપિયા ખેડૂતોને આપ્યા. તેઓ દેશને ગુમરાહ કરી રહ્યા છે. ભાજપ સૌથી અમીરોને પૈસા આપે છે અને અમે ગરીબોને પૈસા આપવામાં માનીએ છીએ. 


25 કરોડ લોકોને સીધો ફાયદો થશે.
રાહુલે કહ્યું કે, દેશનાં 5 કરોડ પરિવારો અને 25 કરોડ લોકોને આ સ્કીમનો સીધો ફાયદો મળશે. રાહુલે કહ્યું કે, લોકોને આશ્ચર્ય જરૂર થશે પરંતુ દેશમાં એટલી ક્ષમતા છે અને તે તમને દેખાશે. તેમણે કહ્યું કે, 4-5 મહિનાથી વિશ્વના અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરીને આ સ્કીમ તૈયાર કરવામાં આવી છે.