નવી દિલ્હીઃ 'ચોકીદાર ચોર હૈ' નારાને સુપ્રીમના આદેશ સાથે જોડીને બલનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફરી વખત સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. રાહુલ ગાંધીએ દાખલ કરેલા ત્રણ પાનાનાં સોગંદનામામાં માફી માગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટનું અપમાન કરવાના કેસમાં રાહુલ ગાંધીએ ત્રણ પાનાના સોગંદનામા દ્વારા જવાબ આપ્યો છે અને સાથે જ માફી પણ માગી છે. રાહુલે કહ્યું છે કે, 'તેમણે ભુલથી રાજકીય નારાને કોર્ટના આદેશ સાથે જોડીને બોલી દીધો હતો. આ અગાઉ કરેલી એફિડેવીટમાં રાહુલે ભૂલથી બોલવા અંગે માત્ર 'ખેદ' વ્યક્ત કર્યો હતો.' હવે, આ કેસમાં શુક્રવારે ફરી સુનાવણી હાથ ધરાશે. 


ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલ અંગેની કોંગ્રેસની પુનર્વિચાર અરજીની સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે. આ અંગે ભાજપના સાંસદ અને વરિષ્ઠ વકીલ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, રાફેલ કેસમાં ગુપ્ત દસ્તાવેજને પણ ચર્ચાનો હિસ્સો બનાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખોટી રીતે રજૂ કર્યો છે. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, રાફેલ કેસમાં પુનર્વિચર અરજી અંગે ફરીથી સુનાવણીના સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ચોકીદાર ચોર છે, જે ખરેખર તો સુપ્રીમ કોર્ટનું અપમાન છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....