નવી દિલ્હી: લિકર કિંગ વિજય માલ્યાએ નિવેદન આપ્યું હતું કે તેણે ભારત છોડતા પહેલા નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. માલ્યાના આ નિવેદન બાદ જાણે ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. બુધવારે ટ્વિટ દ્વારા જેટલીનું રાજીનામું માંગ્યા બાદ રાહુલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને બે સવાલ કર્યા છે. રાહુલે કહ્યું કે જેટલી લાંબા નિવેદનો આપે છે, પરંતુ એ વાતની જાણકારી આપે કે વિજય માલ્યાને તેમણે પોતે ભગાડ્યો હતો કે પછી તેને ભગાડવા માટે તેમને કોઈ ઓર્ડર મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલે જેટલીને પૂછ્યા બે સવાલ...


પહેલો સવાલ: નાણામંત્રી ભાગેડુ સાથે વાત કરે છે. જ્યારે માલ્યા જેટલીને કહે છે કે તે લંડન જવાનો છે તો તેની જાણકારી સીબીઆઈ અને ઈડીને કેમ આપતા નથી?


બીજો સવાલ: માલ્યાની અરેસ્ટ નોટિસને ઈન્ફર્મ નોટિસમાં કેમ બદલવામાં આવી?


વિજય માલ્યા પર ખોટુ બોલી રહ્યાં છે જેટલી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ વિજય માલ્યા મામલે અરુણ જેટલી દ્વારા ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જો જેટલી સાચુ બોલી રહ્યાં હોય તો તેમણે પોતાના બ્લોગમાં માલ્યા અંગે કેમ લખ્યું નથી. 


કોંગ્રેસ પાસે માલ્યા અને જેટલીની મીટિંગના પુરાવા!
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા પીએલ પુનિયા, અશોક ગેહલોત, રણદીપ સૂરજેવાલા હાજર હતાં. આ દરમિયાન પુનિયાએ દાવો કર્યો કે હું સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં બેઠો હતો અને જોયું કે માલ્યા અને જેટલી એક બાજુ ઊભા રહીને સારી રીતે વાતો કરી રહ્યાં હતાં. તેમણે એક કે બે મિનિટ નહીં પરંતુ 14-20 મિનિટ સુદી સંસદ ભવનના એક ખૂણામાં ઊભા રહીને વાતચીત કરી. માલ્યા તે સત્રમાં ખાસ કરીને જેટલજીને મળવા માટે સંસદ આવ્યો હતો.