Petrol Row: ફ્યૂલ પર 68% ટેક્સ લે છે કેન્દ્ર, પછી રાજ્યો પર દોષ કેમઃ રાહુલ ગાંધી
congress Leader Rahul Gandhi: કોંગ્રેસ પાર્ટી મોંઘવારીને લઈને સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ટ્વીટમાં તેમણે લખ્યુ કે જ્યારે કેન્દ્ર સરકાર ઈંધણ પર 68 ટકા ટેક્સ લે છે તો રાજ્યોને દોષ કેમ આપવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ Congress Blame Center Government: કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને ઈંધણની ઉંચી કિંમતો અને ટેક્સ માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવી અને આરોપ લગાવ્યો કે સરકારનો સંઘવાદ સહકારી નહીં, પરંતુ બળજબરી છે.
જવાબદારીથી બચે છે પીએમ
તેને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. તેમાં લખ્યું કે ઉંચી ઈંધણની કિંમત પર રાજ્યોને દોષ આપો. કોલસાની કમી પર રાજ્યોનો દોષ આપો. ઓક્સીજનની કમી પર રાજ્યોનો દોષ આપો. તમામ પ્રકારના ફ્યૂલ પર કેન્દ્ર સરકાર 68 ટકા ટેક્સ લઈ રહી છે. છતાં પીએમ જવાબદારીથી બચે છે. મોદીનો સંઘવાદ સહકારી નથી, બળજબરી છે.
તથ્યો પર નથી પીએમ મોદીનું નિવેદન
કોંગ્રેસ કાચા તેલની ઓછી આંતરરાષ્ટ્રીય કિંમતો છતાં ઈંધણ પર હાઈ ટેક્સ માટે સરકાર પર હુમલો કરતી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રીનું નિવેદન તથ્યો પર આધારિત નથી. તેમણે માંગ કરી કે મોદી સરકાર પહેલાં કેન્દ્રીય ઉત્પાદન શુલ્કનો હિસાબ આપે, જેના દ્વારા કેન્દ્રએ છેલ્લા 8 વર્ષમાં 27 લાખ કરોડ રૂપિયા કમાયા છે.
આ પણ વાંચોઃ અસમ પ્રવાસ પર પીએમ મોદી, કહ્યું- 'હવે બોમ્બનો નહી તાળીઓનો અવાજ આવે છે'
રાજ્યોની સાથે થઈ રહ્યો છે અન્યાય
રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલ પર એકત્ર કરવામાં આવેલા ટેક્સના 68 ટકા કેન્દ્ર સરકારના ભાગમાં જાય છે. 32 ટકા રાજ્ય સરકારો પાસે જાય છે. તેવામાં રાજ્ય સરકારો પાસે આશા કરવી, જે પહેલાથી જીએસટીના પોતાના ભાગથી વંચિત છે, મને લાગે છે તે અન્યાયપૂર્ણ છે.
પીએમ મોદીએ ટેક્સ ઘટાડવાની કહી હતી વાત
મહત્વનું છે કે પીએમ મોદીએ કોરોનાના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિથી સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતનો ભાર ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં પાછલા નવેમ્બરમાં ઘટાડો કર્યો હતો. તેમણે રાજ્યોને આગ્રહ કર્યો કે તે પોતાને ત્યાં ટેક્સ ઘટાડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube