નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે સંસદમાં કેન્દ્ર સરકારની ખુબ ટીકાઓ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્રની ખોટી નીતિઓના કારણે ચીન અને પાકિસ્તાન સાથે આવી ગયા. રાહુલ ગાંધીના આ નિવેદન પર અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે તેઓ આ પ્રકારના નિવેદનનું સમર્થન કરતા નથી. વાત જાણે એમ છે કે રાહુલ ગાંધીએ સંસદમાં ભારત સરકારની વિદેશ નીતિની આકરી ટીકા કરતા કહ્યું હતું કે તમારી નીતિએ ચીન અને પાકિસ્તાનને એકજૂથ કરવાનું કામ કર્યું છે અને ભારત સામે આ સૌથી મોટો પડકાર છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'ચીન પાસે એક ક્લિયર પ્લાન છે અને તેની પાયો ડોકલામ અને લદાખમાં રાખ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીર પર સરકારે ખોટો નિર્ણય લીધો છે.'


અમરિકાએ આપી આ પ્રતિક્રિયા
આ સવાલના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું કે હું તેને પાકિસ્તાન અને ચીન પર છોડી દઉ છું કે તેઓ પોતાના સંબંધ અંગે વાત કરે. પરંતુ હું નિશ્ચિતપણે આ પ્રકારના નિવેદનનું સમર્થન નહીં કરું. ત્યારબાદ નેડ પ્રાઈસને પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે પાકિસ્તાન ચીન સાથે આટલી નીકટતાથી કેમ કામ કરી રહ્યું છે? શું તમને લાગે છે કે અમેરિકાએ તેને અલગ થલગ છોડી દીધુ?


Indo-Pak Relation: બિઝનેસમેનનો દાવો; ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહી છે વાતચીત, PM મોદી જઈ શકે છે ઈસ્લામાબાદ
 
જેના પર નેડ પ્રાઈસે કહ્યું કે અમે દુનિયા સાથે એ જ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશે અમેરિકા અને ચીનમાંથી કોઈ એકને પસંદ કરવાની જરૂર નથી. જ્યારે અમેરિકા સાથે સંબંધની વાત આવે છે તો અમારા ઈરાદા દેશોને વિકલ્પ પ્રદાન કરવાના રહે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અમારું રણનીતિક ભાગીદાર છે. અમારા પાકિસ્તાન સરકાર સાથે મહત્વના સંબંધ છે. આ એક એવો સંબંધ છે જેને અમે વિભિન્ન મોરચે મહત્વ આપીએ છીએ. 


Kiren Rijiju એ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- કોંગ્રેસ નેતાએ માફી માંગવી જોઈએ


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે ચીનને જુઓ. તે કેવી રીતે હથિયાર ખરીદે છે. આપણે પોતાનો બચાવ કરવાની જરૂર છે. દેશ માટે એ મહત્વનું છે કે તમે અમને સાંભળો. તમે વિચારતા હશો કે અમે નથી સમજી રહ્યા, પરંતુ અમે જાણીએ છીએ. રાહુલે કહ્યું કે, જો કઈ પણ થશે તો તેના માટે જવાબદાર  તમે હશો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube