Parliament MPs Case enquiry: સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. બંને ઘટના (ભાજપની ફરિયાદ અને કોંગ્રેસની ફરિયાદ) ની તપાસ શરૂ થઈ ગઈ છે. ભાજપની ફરિયાદમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર સાંસદોને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો. ધક્કામુક્કીમાં ઈજાગ્રસ્ત સાંસદો મહેશ રાજપૂત અને પ્રતાપ સારંગીના નિવેદન નોંધવામાં આવશે. તો આ ઘટનાના સીસીટીવી ફુટેજ અને મોબાઈલ વીડિયોને તપાસ કરવામાં આવશે. 


રાહુલ ગાંધીને મોકલવામાં આવશે નોટિસ
મીડિયા કેમેરાના ફુટેજ પણ પૂરાવા તરીકે એકઠા કરવામાં આવશે. ફુટેજ એકઠા કરવા માટે લોકસભા સ્પીકરની મંજૂરી લેવામાં આવશે. નિવેદન અને ફુટેજ મળ્યા બાદ ઘટના સ્થળ પર સીન રિક્રિએટ કરવામાં આવશે. રાહુલ ગાંધી અને અન્ય સાંસદોને નોટિસ મોકલવામાં આવશે. નિવેદન નોંધ્યા બાદ રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે. કોંગ્રેસની ફરિયાદમાં ભાજપ સાંસદો પર મલ્લિકાર્જુન ખડગેને ધક્કા મારવા અને SC/ST એક્ટ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ આ ફરિયાદની તપાસ કરી રહી છે. 


શું છે સમગ્ર ઘટના?
ગુરુવારે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર મુદ્દે ઘર્ષણ થયું જે દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ઈજા થઈ. સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા અને અનેક મોટા મંત્રીઓ અને નેતાઓ જેમ કે પિયુષ ગોયલ, પ્રહ્લાદ જોશી વગેરે તેમને મળવા પહોંચ્યા હતા. 


રાહુલ ગાંધી વિરુદ્ધ BNS ની આ કલમો હેઠળ ફરિયાદ
કલમ 109- હત્યાનો પ્રયાસ
કલમ 115- સ્વેચ્છાથી ઈજા પહોંચાડવી
કલમ 117- સ્વેચ્છાથી ગંભીર ઈજા પહોંચાડવી
કલમ 121- સરકારી કર્મચારીઓને તેના કર્તવ્યથી વિચલિત કરવા માટે ઈજા પહોંચાડવી 
કલમ 351- ક્રિમિનલ ધમકી
કલમ 125- બીજાની સુરક્ષા ખતરામાં પાડવી