નવી દિલ્હી : આજે પાંચ રાજ્યોના આવી રહેલા વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સત્તા ગુમાવી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે રાહુલ ગાંધીનું નેતૃત્વ લોકો સ્વીકાર રહ્યાં છે તેવું ક્યાંકને ક્યાંક સાબિત થઈ રહ્યું છે. રાહુલ ગાંધી એક વર્ષ પહેલા આજના દિવસે જ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. અધ્યક્ષ તરીકે તેમનુ એક વર્ષ પૂરા થવાના દિવસે જ પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શન તેમના માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. પરિણામો કહે છે કે, પાંચ રાજ્યોમાથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનાવતી દેખાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપી 15 વર્ષથી સત્તામાં છે. આવામાં કોંગ્રેસ આ વખતે સત્તામાં વાપસી કરી રહી છે. જ્યારે કે રાજસ્થાનમાં વસુંધરા રાજે વિદાય લેતા દેખાઈ રહ્યાં છે. આ રીતે ત્રણ રાજ્યોમાં બીજેપીની માતબર હારનો સામનો કરવો પડી રહ્યો છે. 


પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનને 2019ના લોકસભા ઈલેક્શનના સેમિ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આવામાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને પહેલા બર્થડે પર જ મોટી ગિફ્ટ મળી શકે છે. 


કોંગ્રેસના 60મા અધ્યક્ષ તરીકે 11 ડિસેમ્બર, 2017ના રોજ રાહુલ ગાંધીની પસંદગી કરાઈ હતી. જોકે, તેમની તાજપોશીની ઔપચારિક જાહેરાત 16 ડિસેમ્બર, 2017ના રોજ થઈ હતી. તેઓ ગાંધી-નહેરુ પરિવારના છઠ્ઠા અને આઝાદી બાદથી પાર્ટીના 17મા પ્રમુખ છે.