પટના : કોંગ્રેસ બિહારમાં જન આકાંક્ષા રેલીના બહાને પોતાની સ્થિતી મજબુત કરવામાં જોડાઇ છે. જેના હેઠળ જ પાર્ટીએ 30 વર્ષ બાદ આજે પટનાનાં ગાંધી મેદાનમાં રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં રાષ્ટ્રીય જનતા દળનાં તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધનના અન્ય નેતાઓ જોડાયા હતા. આ રેલીને સબોધિત કરતા કોંગ્રેંસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા તેમણે બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતોને તેમનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોદી સરકાર ઉદ્યોગપતિઓ માટે ખુબ પૈસા આપે છે, પરંતુ ખેડૂતોને 17 રૂપિયા આપે છે.આ ખેડૂતોનું અપમાન છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ બિહારમાં જન આકાંક્ષા રેલીના બહાને પોતાની સ્થિતી મજબુત કરવાના પ્રયાસો કરી રહી છે. જેના હેઠળ પાર્ટીએ 30 વર્ષ બાદ આજે પટનાના ગાંધી મેદાનમાં રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં રાષ્ટ્રીય જનતા દળનાં તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધનના અ્ય નેતાઓ જોડાયા હતા. આ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે બજેટમાં ખેડૂતો માટે કરવમાં આવેલી જાહેરાતોએ તેમનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે, મોદી સરકાર મુડીપતીઓ માટે તો ખુબ પૈસા આપે છે, પરંતુ ખેડૂતોને 17 રૂપિયા આપે છે. આ ખેડૂતોનું અપમાન છે. 

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, નોટબંધી વિશ્વનો સૌથી મોટો ગોટાળો છે. મોદી કહે છે કે દરેક વ્યક્તિને 15 લાખ આપશે, પરંતુ અહીં એવું કંઇ જ નથી થયું. તેમણે કહ્યું કે, બિહારમાં વિપક્ષની સરકાર આવી રહી છે. તેના ઉંડા કારણો છે. મોદીજી અહીં જ્યાં પણ જાઓ છો મોટા મોટા દાવા કરે છે. નીતિશ જીની પણ આવી જ આદતો છે. જો કે વચન પુરા નથી કરી શકતા. ખેડૂતોને 17 રૂપિયા આપવા તેમનું અપમાન છે.