નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની સીડબલ્યૂસી (કોંગ્રેસ કાર્ય સમિતિ)ની રચના કરી દીધી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે CWCમાં સંતુલન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ કેટલાક જૂના ચહેરાઓને બહાર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીના સંગઠનના મહાસચિવ અશોક ગેહલોત તરફથી જારી નિવેદન પ્રમાણે સીડબલ્યૂસીમાં 23 સભ્યો, 19 સ્થાયી આમંત્રિત સભ્યો અને 9 આમંત્રિત સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. 


CWCના સભ્યો
સીડબલ્યૂસીના સભ્યોમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પાર્ટીના કોષાધ્યક્ષ મોતીલાલ વોરા, અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, અહમદ પટેલ, અંબિકા સોની અને ઓમાન ચાંડીને સ્થાન આપવામાં આવ્યું છે. 


આ સિવાય આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈ, કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધરમૈયા, ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત, વરિષ્ઠ નેતા આનંદ શર્મા, કુમારી શૈલજા, મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, કેસી વેણુગોપાલ, દીપક બાબરિયા, તામ્રધ્વજ સાહુ, રઘુવીર મીણા અને ગૈખનગમ કે નામ પણ કોંગ્રેસ કાર્ય સમિતિમાં છે. 



મહત્વનું છે કે આ વર્ષે માર્ચમાં યોજાયેલા કોંગ્રેસ મહાધિવેશનમાં સર્વસંમત્તિથી પ્રસ્તાવ પારિત કરી નવી CWCના ગઠન માટે રાહુલ ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે નવી ટીમની પસંદગી કરી છે. 



આમંત્રિત સભ્યો
સીડબલ્યૂસીમાં સ્થાયી આમંત્રિત સભ્યોમાં દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિત, પૂર્વ નાણાપ્રધાન પી ચિદંમ્બરમ, જ્યોતિરાદિત્ય સિંધિયા, બાબાસાહેબ થોરાટ, તારિક હમીદ કારા, પીસી ચાકો, જિતેન્દ્ર સિંહ, આરપીએન સિંહ, પીએલ પૂનિયા, રણદીપ સુરજેવાલા, આશા કુમારી, રજની પાટિલ, રામચંદ્ર ખૂંટિયા, અનુગ્રહ નારાયણ સિંહ, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ ગોગોઈ અને એ.ચેલ્લાકુમાર સામેલ છે. 


વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કેએચ મુનિયપ્પા, અરૂણ યાદવ, દીપેન્દ્ર હુડ્ડા, જિતિન પ્રસાદ, કુલદીપ વિશ્નોઇ, ઇંકટના અધ્યક્ષ જી સંજીવ રેડ્ડી, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ કેશવ ચંદ યાદવ, એએનએસયૂઆઈના અધ્યક્ષ ફિરોજ ખાન, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતા દેવ અને કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઇને સામલ કરવામાં આવ્ય છે.