નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના ચોકીદાર ચોર છે વાળા નિવેદન પર સુનવણી થઇ. આ અગાઉ સુપ્રીમ કોર્ટે સુનવણી બાદ પોતાનો ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. સુનવણી દરમિયાન અરજદાર મીનાક્ષીલેખીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, રાહુલ ગાંધીને બિનશરતીી સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ કરી છે. જો કે આ અગાઉ તેમણે બે હલફનામા દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે લેખીતમાં ખેત વ્યક્ત કર્યો હતો. મુકુલ રોહતગીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીના માફીનામાને રદ્દ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવા પાછળ છે આ રહસ્ય, જ્યોતિરાદિત્યનો ખુલાસો

શુક્રવારે સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનવણી કરી પોતાનો ચુકાદો સુરક્ષીત રાખી લીધો છે. સુપ્રીમ કોર્ટે આ વાત પર ચુકાદો સુરક્ષીત રાખતા કહ્યુ કે, શું રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ અરજી પર સુનવણી બંધ કરવામાં આવવી જોઇએ કે નહી. 
સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમિયાન મુકુલ રોહતગીએ કહ્યું કે, રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ નિર્દેશ આપે કે દેશની જનતા સામે પોતાનાં નિવેદન પર માફી માંગે. અરજીકર્તાનાં વકીલ મુકુલ રોહતીએ કહ્યું કે, કોર્ટ રાહુલ સાથે જનતા પાસે માફી માંગવા માટે કહ્યું. કારણ કે તેમણે જનતાને ગુમરાહ કર્યા છે. આ માંગ પર રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, અમે હલફનામું દાખલ કર્યું છે, જેમાં બિનશરતી માફી માંગી છે. એવામાં હવે આ મુદ્દે સુનવણી બંધ કરવી જોઇએ. 
કોંગ્રેસી નેતાઓના 'વિવાદીત' નિવેદનોની ભરમાળ, હવે સેમ પિત્રાડાએ કર્યો ભડકો...
અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, જે અમારુ રાજનીતિક અભિયાન છે કે ચોકીદાર ચોર છે, તેને ચાલુ રાખશે. સુપ્રીમ કોર્ટે આ વાતનો ચુકાદો સુરક્ષીત રાખ્યો છે શું રાહુલ ગાંધીની વિરુદ્ધ દાખલ અરજી પર સુનવણી બંધ કરવામાં આવે કે નહી.