ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આરોપ લગાવ્યો છે કે, બીજેપી (BJP) અને આરએસએસ (RSS)ને કોઈ પણ રીતે આરક્ષણમાં નાબૂદ કરવા માંગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપી અને આરએસએસના DNAને આરક્ષણ કાંટાની જેમ ખૂંચે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસ-બીજેપી નથી ઈચ્છતુ કે, આરક્ષણ આગળ વધે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, બીજેપીવાળા જેટલા પણ સપના જોઈ લે, પરંતુ તે આરક્ષણ નાબૂદ નહિ કરી શકે. આવુ અમે થવા નહિ દઈએ. તે આપણા સંવિધાનનો પાયાગત હિસ્સો છે. 


Breaking News: SC/ST એક્ટ મામલે સુપ્રિમનો સૌથી મોટો ચુકાદો આવ્યો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, સોમવારે સુપ્રિમ કોર્ટે મોટા ચુકાદો આપતા કહ્યું કે, આવો કોઈ મૌલિક અધિકાર નથી, જેમાં કોઈ વ્યક્તિને પ્રોન્નતિમાં આરક્ષણનો દાવો કરવાનો અધિકાર સન્નિહિત હોય અને કોઈ અદાલત રાજ્ય સરકારને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પદોન્નતિમાં આરક્ષણ આપવાનો આદેશ આપી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશભરના મહત્વના સમાચાર જોવા માટે કરો ક્લિક