નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. આવામાં  એવા અહેવાલો આવી રહ્યાં છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેંગકોક જતા રહ્યાં છે. રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચાર એટલા માટે પણ મહત્વના ગણવામાં આવી રહ્યાં છે કારણ કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ પાર્ટી ભયંકર આંતરિક વિખવાદ સામે ઝઝૂમી રહી છે. હરિયાણામાં હાલમાં જ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે પક્ષમાંથી પાર્ટી રાજીનામું આપી દીધુ છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ દિગ્ગજ પાર્ટી નેતા સંજય નિરૂપમે બળવાના સૂર રેલાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી શનિવારે બેંગકોક જવા માટે રવાના થઈ ગયાં અને 10 ઓક્ટોબર સુધીમાં પાછા ફરશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી કયા કારણે બેંગકોક ગયા છે. બે સપ્તાહ બાદ બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે અને કોંગ્રેસ આંતરિક વિખવાદમાં સપડાઈ છે. આવામાં રાહુલ ગાંધીના બેંગકોક જવા પર સવાલ ઉઠી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધી શનિવારે સાંજે નવી દિલ્હીથી રવાના થયા હતાં. 


પાર્ટી તરફથી હજુ આ અંગે કશું જણાવવામાં આવ્યું નથી. હરિયાણાની 90 બેઠકો અને મહારાષ્ટ્રની 288 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. બંને રાજ્યોના પરિણામો 24 ઓક્ટોબરે આવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...