રાહુલ ગાંધીને રાજ્યપાલનો સણસણતો તમાચો: મારા નિમંત્રણને વેપાર સમજી બેઠા?
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, રાહુલ ગાંધી મારા નિમંત્રણને એક વ્યાપાર સમજી બેઠા. મે કહ્યું હતું કે, જો તમને અમારા પર વિશ્વાસ ન હોય તો આવો ખીણની મુલાકાત લો. તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, નજરકેદ લોકો, નેતાઓ અને સેનાને મળીશ. આ અંગે મે કહ્યું કે, આનો સ્વિકાર કરી શકીએ નહી અને તેને તંત્ર પર જ છોડી દઇશ.
જમ્મુ : જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, રાહુલ ગાંધી મારા નિમંત્રણને એક વ્યાપાર સમજી બેઠા. મે કહ્યું હતું કે, જો તમને અમારા પર વિશ્વાસ ન હોય તો આવો ખીણની મુલાકાત લો. તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, નજરકેદ લોકો, નેતાઓ અને સેનાને મળીશ. આ અંગે મે કહ્યું કે, આનો સ્વિકાર કરી શકીએ નહી અને તેને તંત્ર પર જ છોડી દઇશ.
ઇમરાન ખાનની લુખ્ખી ધમકી, અમે કાશ્મીર માટે પરમાણુ યુદ્ધની હદ સુધી પણ જઇશું
રાજ્યપાલે કહ્યું કે, અમે અનુચ્છેદ 370ને રદ્દ કરી દીધો છે. સાથે જ આગામી દિવસોમાં અમે કાશ્મીરનાં લોકો માટે એટલું કામ કરીશું કે લોકો જોઇ શકશે. રાજ્યપાલે કહ્યું કે, આગામી દિવસોમાં પરિવર્તન અને વિકાસ થશે. જેને જોઇને પીઓકેનાં લોકો કહેશે કે જીવન જીવવા માટે જમ્મુ કાશ્મીર જેવી કોઇ જગ્યા નથી.
પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી, CBI કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા, કાલે મેડિકલ ચેકઅપ
શું છે જી7? શા માટે ચીન અને રશિયાને પણ આ ક્લબમાં સ્થાન નથી?
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય અનેક વિપક્ષી દળોનાં વરિષ્ઠ નેતા શનિવારે બપોરે કાશ્મીરમાં અનુચ્છેદ 370નાં મુખ્ય પ્રાવધાનો હટાવાયા બાદ ત્યાની સ્થિતી અંગે માહિતી મેળવવા શ્રીનગર પહોંચ્યા હતા. જો કે તંત્રએ તમામને શ્રીનગર હવાઇ મથકે જ અટકાવી દીધા. ભારે હોબાળા બાદ તમામને પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા.
BJP નેતાઓનાં નિધન અંગે સાધ્વીએ કહ્યું વિપક્ષ કરે છે કાળા શક્તિઓનો પ્રયોગ
શ્રીનગરથી દિલ્હી પરત ફરતાની સાથે જ રાહુલ ગાંધી હવાઇ મથક પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, થોડા દિવસો પહેલા મને રાજ્યપાલે જમ્મુ કાશ્મીર યાત્રા માટે આમંત્રીત કર્યો હતો. મે આમંત્રણ સ્વિકાર્યું. અમે જાણવા માંગીએ છીએ કે ત્યાં હાજર લોકો કેવી સ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છે, જો કે અમને એરપોર્ટથી બહાર જવાની પરવાનગી અપાઇ નથી. અમારી સાથે પ્રેસનાં લોકોને પણ ગુમરાહ કરવામાં આવ્યા, મારવામાં આવ્યા. જેના પરથી સ્પષ્ટ છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતી સામાન્ય નથી.