નવી દિલ્હી:  Union Budget 2022 News: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ 2022 રજૂ કર્યું. બજેટ 2022માં જનતા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી. સદનમાં હાજર તમામ સાંસદો, નાણામંત્રીની જાહેરાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે લોકસભામાંથી રાહુલ ગાંધીની એક એવી તસવીર સામે આવી છે જેમાં તેઓ માથું પકડીને બેઠેલા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ રાહુલ ગાંધીના આ ફોટાને લઈને અનેક મીમ્સ શેર કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિએક્શન બદલ ટ્રોલ થયા રાહુલ ગાંધી
કેરળના વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્વિટર પર ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. સાહિલ ખુરાના નામના એક યૂઝરે રાહુલ ગાંધીનો ફોટો શેર કરતા લખ્યું કે મને ખબર નથી પડતી મતલબ બજેટ ગરીબ, ખેડૂત, દલિત વિરોધી છે- રાહુલ ગાંધી.




બજેટ વિશે રાહુલ ગાંધી શું વિચારે છે?
આ બાજુ અન્ય એક યૂઝર શ્રદ્ધાએ રાહુલ ગાંધીનું મીમ શેર કરતા લખ્યું કે રાહુલ ગાંધી વિચારી રહ્યા છે કે બજેટ 2022 રજૂ જ કેમ કરવામાં આવી રહ્યું છે?



આ ઉપરાંત ગોપુ નામના એક યૂઝરે લખ્યું છે કે જ્યારે રાહુલ ગાંધીને રિપોર્ટરે બજેટ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે હું તેનો વિશેષજ્ઞ નથી. 



કોંગ્રેસે બજેટને ગણાવ્યું વિશ્વાસઘાત
કોંગ્રેસે બજેટ રજૂ થયા બાદ આરોપ લગાવ્યો કે સરકારે દેશના વેતનભોગી વર્ગ અને મધ્યમવર્ગને રાહત ન આપીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતના વેતનભોગી વર્ગ અને મધ્યમવર્ગ મહામારી, વેતનમાં ચારેબાજુ કાપ અને કમરતોડ મોંઘવારીના આ સમયમાં રાહતની આશા રાખી બેઠા હતા. નાણામંત્રી અને પ્રધાનમંત્રીએ એકવાર ફરીથી પોતાના પ્રત્યક્ષ કર સંબંધિત પગલાથી આ વર્ગોને ખુબ નિરાશા આપી છે.