નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર  (Monsoon Session) માં સરકાર અને વિપક્ષ વચ્ચે ટકરાવની સ્થિતિ છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષની એકતાને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ મંગળવારે વિપક્ષી પાર્ટીઓને નાસ્તા પર બોલાવી હતી અને તેમના 'બ્રેકફાસ્ટ પોલિટિક્સ'માં 14 વિપક્ષી દળના નેતા સામેલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં સામેલ થયા આ પાર્ટીઓના નેતા
દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં રાહુલ ગાંધીની બેઠકમાં કોંગ્રેસ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (TMC), રાષ્ટ્રીય જનતા દળ (RJD), શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), સીપીએમ, આઈયૂએમએલ, આરએસપી, કેસીએમ, નેશનલ કોન્ફરન્સ, ઝારખંડ મુક્તિ મોર્ચા અને ડીએમકેના નેતા સામેલ થયા હતા. 


ભારતમાં કોરોનાથી મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં 30,549 નવા કેસ, 422 લોકોના મૃત્યુ


બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓને એક થવાની અપીલ કરતા કહ્યુ- આપણે આ અવાજ (લોકોના અવાજ) ને એક કરવો પડશે, આ અવાજ જેટલો એક થશે એટલો મજબૂત થશે. એટલે ભાજપ અને આરએસએસ માટે આ અવાજને દબાવવો એટલો મુશ્કેલ થશે. 


હકીકતમાં સંસદમાં મોદી સરકારને વિવિધ મુદ્દે ઘેરવાની રણનીતિ તૈયાર કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube