લોકસભા ચૂંટણીના પરિણામની સંજીવનીની અસરથી ઉત્સાહિત રાહુલ ગાંધીએ પોતાની ઈમેજ બદલવા માટે તમામ તાકાતનો ઉપયોગ શરૂ કરી દીધો છે. લોકસભામાં 99 બેઠક જીતવા પર કોંગ્રેસને 10 વર્ષ પછી વિપક્ષનો દરજ્જો મળ્યો અને રાહુલ ગાંધીને વિપક્ષના નેતાની મોટી જવાબદારી. હજુ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બન્યા તેને 1 મહિનો પણ પૂરો થયો નથી અને રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાની એકપણ તક ચૂકતા નથી. કઈ રીતે રાહુલ ગાંધી હાથરસ, ગુજરાત અને મણિપુરની મુલાકાતથી કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે જોઈશું આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં લોકસભામાં આક્રમક અંદાજ પછી હાથરસથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર અને તેના પછી ગુજરાતથી ભાજપને ફેંક્યો મોટો પડકાર અને હવે મણિપુરનો પ્રવાસ...


 


  • રાહુલ એક્ટિવ, કોંગ્રેસ જોશમાં

  • રાહુલનો નવો રોલ, કોંગ્રેસને ફાયદો?

  • રાહુલ ગાંધીનું મિશન મણિપુર

  • નવી જવાબદારી, રાહુલની આક્રમક તૈયારી

  • 30 દિવસમાં રાહુલનો ત્રીજો પ્રવાસ

  • કેન્દ્ર-રાજ્ય સરકાર પર આકરા પ્રહાર


2024ની લોકસભાની ચૂંટણી પછી બદલાયેલો રાહુલ ગાંધીનો અંદાજ છે. લોકસભાની ચૂંટણીના પરિણામોની સંજીવનીથી રાહુલ ગાંધી ઉત્સાહિત છે. તેમણે પોતાની ઈમેજ બદલવા માટે તમામ તાકાતનો ઉપયોગ શરૂ કરી દીધો છે. લોકસભામાં 99 બેઠક જીતવા પર કોંગ્રેસને 10 વર્ષ પછી વિપક્ષનો દરજ્જો મળ્યો. હજુ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બન્યા તેને 1 મહિનો પણ પૂરો થયો નથી અને રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધવાની એકપણ તક ચૂકતા નથી.


17મી લોકસભામાં પણ વિપક્ષે મણિપુરને મોટો મુદ્દો બનાવ્યો હતો પરંતુ તે સમયે વિપક્ષ સંખ્યાબળની દ્રષ્ટિએ નબળું હતું પરંતુ હવે સ્થિતિ અલગ છે. 18મી લોકસભામાં જ્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે પણ રાહુલ ગાંધીએ મણિપુરનો મુદ્દો ઉઠાવીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી ફરી એકવાર મણિપુર પહોંચ્યા. મણિપુરમાં હિંસા ભડક્યા પછી આ રાહુલ ગાંધીનો ત્રીજો મણિપુર પ્રવાસ છે. 14 જાન્યુઆરી 2024માં રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી... તે સમયે પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ધારદાર પ્રહારો કર્યો હતા.


રાહુલ ગાંધીના મણિપુર પ્રવાસથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. જેના પગલે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો તો કોંગ્રેસ અને સાથી પક્ષો પીએમ મોદી પર મણિપુરની અવગણનાનો આક્ષેપ લગાવ્યો છે.


કંઈપણ કહો પરંતુ રાહુલ ગાંધી આ વખતે બિલકુલ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે તેનો કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો આવનારો સમય બતાવશે પરંતુ રાહુલ ગાંધીની સક્રિયતાથી ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે...