જયપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાજસ્થાનના જયપુરમાં યુવા આક્રોશ રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસના નેતાએ આ રેલીમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં અને વડાપ્રધાન મોદી પર દેશની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યું કે, પહેલા હિન્દુસ્તાનની ભાઈચારાની છબી હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ આ છબીને નુકસાન પહોંચાડી દીધું છે. આ રેલીમાં મુખ્ય રૂપથી રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતા રાહુલ  ગાંધી બોલ્યા કે આજે રોકાણકાર ભારતમાં રોકાણ કરવાથી ડરે છે,  રોકારણ કેમ કરે. નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનની ભાઈચારાની છબીને તોડી દીધી,  પહેલા લોકો કહેતા હતા કે પાકિસ્તાનમાં હિંસાનો માહોલ છે. પાકિસ્તાનને હિંસા કરનાર અને ભારતને પ્રેમ કરનાર દેશ કહેતા હતા. પરંતુ મોદીએ આ ઇમેજને બરબાદ કરી દીધી છે. બાકી દુનિયામાં હિન્દુસ્તાનને રેપ કેપિટલ કહેવામાં આવે છે. 


યુવાનોને બરબાદ કરી રહી છે સરકાર
યુવા આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનું મુખ્ય ધ્યાન યુવાનો પર રહ્યું હતું. તેમણે કહ્યું કે, દેશની સ્થિતિ દરેક યુવા જાણે છે, દરેક દેશની પાસે કોઈને કોઈ મૂળી હોય છે ભારતની સૌથી મોટી મૂળી યુવા છે. હથિયારોથી આપણે અમેરિકાનો મુકાબલો ન કરી શકીએ પરંતુ આપણી પાસે વિશ્વના સૌથી હોશિયાર યુવા છે. 


દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામને આખરે પોલીસે દબોચી લીધો, 'ભાગેડુ' જહાનાબાદથી પકડાયો


કોંગ્રેસ નેતાએ કહ્યું કે, લોકો પોતાના પૈસા હિન્દુસ્તાનમાં તેથી વિશ્વાસ કરે છે, કારણ કે તેને યુવાનો પર વિશ્વાસ છે. હું દુખથી કહુ છું કે 21મી સદીનું હિન્દુસ્તાન પોતાની મૂળીને બરબાદ કરી રહ્યાં છે. યુનિવર્સિટીમાં ચાલી રહેલા પ્રદર્શન પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશનો યુવા આજે સરકારને સવાલ પૂછી રહ્યો છે પરંતુ આ સરકાર તેના પર ગોળી ચલાવે છે. પીએમ કોઈ યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાત કરે. એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવો તે તિરંગાનું અપમાન, આ ચાલશે નહીં. 


રાહુલ ગાંધીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં એક કરોડ યુવાઓએ રોજગાર ગુમાવ્યો છે, તો પીએમ મોદીએ 2 કરોડ યુવાઓને રોજગાર આપવાની વાત કરી હતી. પીએમ માત્ર લાંબુ-લાંબુ ભાષણ આપે છે, CAA-NRC-NPRની વાત કરે છે પરંતુ બેરોજગારી પર વાત કરતા નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...