વડાપ્રધાને 15 લાખ તો ન આપ્યા પરંતુ અમે 72 હજાર ચોક્કસ આપીશું: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક ચૂંટણીની રેલીને સંબોધિત કરી હતી. રાહુલે આ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. કોંગ્રેસ અધ્યક્ષે આ દરમિયાન ગરીબોને વાર્ષિક 72 હજાર આપવાના પોતાના વચનને ફરી યાદ કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન રાહુલે રાજ્યનાં લોકોને વચન આપ્યું કે દિલ્હીની સત્તામાં આવતાની સાથે જે આંધ્રપ્રદેશનો વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીડીપી અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ આ મુદ્દે એનડીએથી અલગ થઇ ગયા હતા.
વિજયવાડા : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક ચૂંટણીની રેલીને સંબોધિત કરી હતી. રાહુલે આ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. કોંગ્રેસ અધ્યક્ષે આ દરમિયાન ગરીબોને વાર્ષિક 72 હજાર આપવાના પોતાના વચનને ફરી યાદ કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન રાહુલે રાજ્યનાં લોકોને વચન આપ્યું કે દિલ્હીની સત્તામાં આવતાની સાથે જે આંધ્રપ્રદેશનો વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીડીપી અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ આ મુદ્દે એનડીએથી અલગ થઇ ગયા હતા.
હિંદુ સમુદાયને આતંકવાદ સાથે જોડવાનું પાપ કોંગ્રેસે કર્યું : અમિત શાહ
રાહુલે જનસભા દરમિયાન કહ્યું કે, મિસ્ટર મોદી પાંચ વર્ષથી દેશનાં વડાપ્રધાન છો અને તેમણે રાજ્યનાં લોકોને આપેલું વચન પુર્ણ નથી કર્યું. સાચુ હતું તો અમે તે જાણીને પરેશાન છીએ કે આંધ્રના મુદ્દે વડાપ્રધાન મોદીને રાજકીય પાર્ટીઓ આક્રમક રીતે નથી ઘેરી રહી. રાહુલે કેન્દ્રમાં સત્તા આવી તો રાજ્યને સ્પેશ્યલ સ્ટેટસ આપવાનું વચન આપ્યું.
રાહુલે આ સાથે જ ગરીબ તબક્કાનાં લોકોને વાર્ષિક 72 હજાર રૂપિયા પુરા પાડવાનાં પોતાના વચનનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, હું મોદી નથી. હું ખોટુ નથી બોલતો. તેમણે કહ્યું કે, તમને 15 લાખ રૂપિયા ચુકવીશું. આ એક ખોટુ હતું. તેમની સરકાર તમારા બેંક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા નથી ચુકવી શકી પરંતુ અમારી સરકાર આવશે તે દેશનાં સૌથી ગરીબ તબક્કાને 72 હજાર રૂપિયા આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.