કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો પહેલવહેલો VIDEO આવ્યો સામે, ઓળખી નહીં શકો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાસ માનસરોવરની યાત્રાએ છે. કૈલાસ યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાસ માનસરોવરની યાત્રાએ છે. કૈલાસ યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં રાહુલ ગાંધી સાથે કેટલાક લોકો પણ તસવીરોમાં છે. રાહુલ ગાંધી જીન્સ, જેકેટ અને સ્પોર્ટ્સ શૂઝમાં જોવા મળે છે. એક હાથમાં ડંડો પણ છે. લાગે છે કે રાહુલ ગાંધી આ ડંડાના સહારે જ કૈલાસ ચડી રહ્યાં છે.
રાહુલ ગાંધીની કૈલાસ યાત્રાનો વીડિયો ન્યૂઝ એજન્સી દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કેટલાક સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યાં છે.
કૈલાસ પર્વતની શરણમાં આવવું એ સૌભાગ્યની વાત-રાહુલ
આ અગાઉ રાહુલ ગાંધીએ ગુરુવારે કૈલાસ માનસરોવારની યાત્રાની કેટલીક તસવીરો શેર કરતા કહ્યું હતું કે 'આ વિશાળકાય પર્વતની શરણમાં આવવું એ સૌભાગ્યની વાત છે. તે પહેલા રાહુલે ટ્વિટ કરી હતી કે એક વ્યક્તિ કૈલાસની યાત્રા ત્યારે જ કરી શકે જ્યારે તેને પોકાર આવે, એ વાતથી હું ખુશ છુ કે મને આ તક મળી. તેમણે આગળ લખ્યું કે મને જે પણ કઈં અહીં જોવાનો અવસર મળશે તે જોઈશ અને તમારી સાથે શેર પણ કરીશ.'
નોંધનીય છે કે 26 એપ્રિલના રોજ કર્ણાટકની યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં તકનીકી ખરાબી આવી જતા વિમાન ડાબી બાજુ નમી ગયું હતું અને ઝડપથી નીચે આવવા લાગ્યુ હતું. જો કે ત્યારબાદ વિમાન કંટ્રોલમાં આવી ગયું અને સુરક્ષિત રીતે નીચે ઉતરણ કરાયું હતું. તેના 3 દિવસ બાદ 29 એપ્રિલના રોજ ગાંધીએ એક રેલી દરમિયાન કૈલાસ માનસરોવરની યાત્રા પર જવાની જાહેરાત કરી હતી.