નવી દિલ્હી: પુલવામા હુમલા (Pulwama attack)ની વરસી પર કોંગ્રેસ (congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વિવાદિત ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે આ હુમલાથી સૌથી વધુ કોને ફાયદો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, આજે અમે 40 સીઆરપીએફ જવાનોને યાદ કરી રહ્યા છે જે પુલવામા હુમલામાં શહીદ થયા હતા. આ હુમલાથી સૌથી વધુ કોને ફાયદો થયો? આ હુમલાની તપાસમાં શું નિકળ્યું? ભાજપ સરકારમાં આ હુમલા માટે કોણ જવાબદાર છે. ભાજપ સરકારમાં કોને અત્યાર સુધી સુરક્ષા ચૂક માટે જવાબદેહ ગણવામાં આવ્યો છે. 


તમને જણાવી દઇએ કે પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહંમદ (જૈશ)ના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 જવાનો મોતને ભેટ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube