નવી દિલ્હી : અમેઠી લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે કોઇ અન્ય સીટથી ચૂંટણી લડી શકે છે. અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ સીટથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ થઇ છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા પણ માંગ કરી રહ્યા છે કે તેમને વધારે એખ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવે. દક્ષિણ ભારતથી રાહુલની ચૂંટણી લડવાની શક્યતા પહેલાથી જ હતી. જો કે તે અગાઉ મહારાષ્ટ્રની નાંદેડ સીટ અથવા તો મધ્યપ્રદેશની કોઇ સુરક્ષીત સીટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસને વધારે એક ઝટકો, પૂર્વ સાંસદ અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની આ સીટ પર રાહુલનાં ઉતરવાના ક્યાસને તે સમયે હવા મળી જ્યારે પૂર્વ સીએમએ નિવેદન આપ્યું કે, જો રાહુલ અહીંથી ચૂંટણી લડે છે તો તેમનું સ્વાગત છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ કોઇ પણ લોકસભા સીટ પર સફળતાપુર્વક લડી શકે છે.