નવી દિલ્હીઃ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસાની આગ હજુ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી, આ વચ્ચે કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. તેના એક ડેલિગેશનનો ભાગ રાહુલ ગાંધી પણ હોઈ શકે છે તે હિંસા પ્રભાવિત વિસ્તારમાં જશે. તેવામાં તે સ્પષ્ટ રીતે સમજવું મુશ્કેલ છે કે સંશોધિત નાગરિકતા કાયદો (સીએએ) પર રાહુલ ગાંધી ક્યાં પ્રકારની રાજનીતિ કરવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી અત્યાર સુધી એન્ટી સીએએ રેલીઓમાં ભાગ લઈ રહ્યાં હતા અને ખુલીને તેનો વિરોધ નોંધાવતા હતા. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પણ હિંસા સીએએ પર થઈ હતી. હિંસા સૌથી પહેલા સીએએનું સમર્થન અને વિરોધ કરનાર લોકો વચ્ચે શરૂ થઈ હતી. તેવામાં સવાલ તે છે કે શું રાહુલ ગાંધી જેવા મોટા નેતાનું આ વિસ્તારમાં જવું યોગ્ય રહેશે જ્યાં માહોલ હાલ પોલીસ અને ફોર્સની મદદથી કાબુમાં હોય. જો રાહુલ ગાંધીને જોઈ ટોળું ભડકે તો તેની જવાબદારી કોની હશે?


નિર્ભયા કેસ: પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, તમામ દોષિતો માટે હવે બચવાના રસ્તા બંધ


સવાલ તો તે પણ ઉઠે છે કે રાહુલ ગાંધીએ તે દરમિયાન નિવેદન કેમ ન આપ્યું જ્યારે આ હિંસા ભડકવી શરૂ થઈ હતી. તે દરમિયાન તેમના તરફથી પ્રદર્શનકારીઓ અને તેની વિરુદ્ધ બેઠેલા લોકોને શાંત રહેવાની અપીલ કેમ ન કરવામાં આવી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..