દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા રાહુલ ગાંધી પણ મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે એક જનસભાને સંબોધિત કરી હતી. જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, બધુ વેચવા લાગ્યા છે. લગભગ તાજમહેલ પણ વેંચી દે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના જંગપુરામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે, આજકાલ ભાજપના નેતા દેશભક્તિની વાતો કરતા રહે છે. સવારે-સાંજે પાકિસ્તાન-પાકિસ્તાન કહે છે. તમે મને ભાજપના એક નેતાને દેખાડો, જે પાકિસ્તાનમાં જઈને હિન્દુસ્તાનના નારા લગાવવાની તાકાત રાખતા હોય. 


રાહુલે કહ્યું- કામ નહીં માત્ર માર્કેટિંગ થાય છે
ભાજપ અને આપ પર હુમલો કરતા રાહુલે કહ્યું કે, ભલે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી, કામ થતું નથી માત્ર માર્કેટિંગ થાય છે. 24 કલાકમાં તમારા પૈસા લઈને પોતાનું માર્કેટિંગ તમારી સામે રાખે છે. મોદીજીએ કહ્યું હતું કે 2 કરોડ યુવાઓને દર વર્ષે નોકરી આપશે. મળી શું... દિલ્હીમાં કેજરીવાલે રોજગાર માટે શું કર્યું. નોટબંધી કોંગ્રેસે કરી કે નરેન્દ્ર મોદીએ. ગબ્બર સિંહ ટેક્સ કોણ લઈ આવ્યું.


કેજરીવાલે ભાજપને આપ્યો પડકાર, કહ્યું- સીએમ ઉમેદવાર જાહેર કરો, હું ચર્ચા માટે તૈયાર


ચૂંટણી રેલીમાં રાહુલનું બજેટ ભાષણ પર પણ નિશાન
રાહુલે બજેટ ભાષણ પર વાત કરતા કહ્યું કે, નાણાપ્રધાન તે કહેવા તૈયાર ન હતા કે કેટલા યુવાઓને રોજગારી અપાવી. 3 કલાકના બજેટ ભાષણમાં ન યુવાઓ માટે ન કંઇ કિસાનો માટે. માત્ર ભાષણ. દોઢ લાખ કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ માફ. સાતા ત્રણ કરોડ રૂપિયા માત્ર 15 લોકોના માફ કરવામાં આવ્યા. ખેડૂતોના પૈસા, યુવાઓના પૈસા, તમારા પૈસા નોટબંધી કરીને તમારા ખિસામાંથી કાઢીને 15 લોકોને આપી દીધા. તમે નામ જાણો છો. 


રાહુલ ગાંધીએ એક-એક મુદ્દા પર કર્યાં પ્રહાર
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે, આગામી ભાષણમાં લિસ્ટ કાઢીશ કે મોદી જીએ અદાણીને કેટલા પ્રોજેક્ટ આપ્યા છે. મને લાગે છે કે 45 મિનિટ તેમાં લાગી જશે. જ્યાં પણ જુઓ તો તમને અદાણીનું નામ જોવા મળશે કે અંબાણીનું. આ નરેન્દ્ર મોદી સરકાર નથી, આ અદાણી-અંબાણી સરકાર છે. પૂરી દુનિયા ભારતને જોઈ રહી છે. ચીનમાં વાયરસ થયો. તમામ કંપની મેડ ઇન ચાઇના કરી રહી છે. આજે હિન્દુસ્તાન તરફ જોઈ રહી છે. 


શાહીન બાગના સમર્થનમાં રાહુલ-કેજરીવાલની ટોળી, કામ કરનારની સાથે દેશભક્તઃ પીએમ મોદી


મેક ઇન ઈન્ડિયા સ્કીમ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, ફ્રાન્સ, જાપાન, ઇટાલી, અમેરિકા બધાએ પોતાની કંપનીઓને ચીન મોકલી. આજે તે દેશ ડરેલા છે. તે હિન્દુસ્તાન તરફ જોઈ રહ્યાં છે. તે હિન્દુસ્તાનને સવાલ કરી રહ્યાં છે કે શું તમે ચીનનો મુકાબલો કરી શકો છો, શું તમે મેડ ઇન ઈન્ડિયા કરી શકો છો, હા કે ના. મોદી જીએ સારો નારો આપ્યો છે કે મેક ઇન ઈન્ડિયા પરંતુ એક ફેક્ટ્રી લગાવી નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...