Rahul Gandhi New Look: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 દિવસના બ્રિટન પ્રવાસે છે. અહીં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. આ અગાઉ રાહુલ ગાંધીનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તેઓ એકદમ નવા લૂકમાં જોવા મળી રહ્યા છે. ફોટામાં રાહુલ ગાંધીની દાઢી કાઢી નાખેલી જોવા મળે છે. તેમણે કોટ-ટાઈ અને જેકેટ પહેર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા 3570 કિલોમીટરની હતી. રાહુલ યાત્રા દરમિયાન એક સફેદ ટી શર્ટમાં જોવા મળ્યા હતા. આ યાત્રા દરમિયાન તેમની દાઢી પણ ખુબ વધી ગઈ હતી. હવે રાહુલ ગાંધી બ્રિટનમાં એકદમ નવા લૂકમાં જોવા મળ્યા. 



ભારતીયોને કરશે સંબોધન
રાહુલ ગાંધી બ્રિટનના 7 દિવસના પ્રવાસે છે. આવામાં તેમના પ્રવાસની શરૂઆત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર સાથે થશે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂકેલા રાહુલ ગાંધી 'લર્નિંગ ટુ લિસન ઈન ધ 21 સેન્ચ્યુરી' વિષ્ય પર  વિદ્યાર્થીઓને સંબોધન કરશે. આ દરમિયાન તેઓ બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી તથા ઈન્ડિયા ચાઈના રિલેશન્સ ઉપર પણ વાત કરશે. તેઓ પ્રવાસી ભારતીયોને પણ સંબોધન કરશે. 


'ડોક્ટર દર્દીને સ્પર્શ કર્યા વગર સારવાર આપી શકે નહીં' આમ કહી કોર્ટે જામીન ન આપ્યા


Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જુઓ વીડિયો


ગુજરાત પર તોળાઈ રહ્યું છે જોખમ! સરકાર ચિંતાતૂર, ગરમીથી બચવા આ ઉપાય અજમાવો


કેમ્બ્રિજ જેબીએસે ટ્વીટ કરીને કહ્યું કે અમારું કેમ્બ્રિજ ભારતના પ્રમુખ વિપક્ષી દળના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરીને ખુશ છે. તેઓ આજે લર્નિંગ ટુ લિસન ઈન ધ 21 સેન્ચ્યુરી વિષય પર કેમ્બ્રિજ જેબીએસને સંબોધન કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube