નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. તેના પર વિપક્ષના આકરા સવાલોના ગૃહ મંત્રી બરાબર જવાબ પણ આપી રહ્યાં છે. આ બિલ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયું. જો કે કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આ સમગ્ર મામલે આજે ટ્વીટ  કરીને પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીની ટ્વીટ એવા સમયે આવી છે કે જ્યારે તેમની જ કોંગ્રેસ પાર્ટીના અનેક યુવા નેતાઓ અને દિગ્ગજ નેતા મોદી સરકારના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ, લાઈવ અપડેટ્સ માટે કરો ક્લિક...


કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'


આ અગાઉ લોકસભામાં બિલ પર ચર્ચાની શરૂઆત કરતા શાહે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો  બનાવવાનો સંસદને પૂરેપૂરો અધિકાર છે. કોંગ્રેસના રાજમાં કલમ 370 પર બે વાર સંશોધન થયું. અમિતશાહે એમ પણ કહ્યું કે તેઓ જ્યારે પણ જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે ત્યારે તેમાં પીઓકે અને અક્સાઈ ચીન પણ સામેલ હોય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...