`લોટ હવે 40 રૂપિયા લીટર`, રેલીમાં રાહુલ ગાંધીની જીભ લપસી તો થવા લાગ્યા ટ્રોલ
રાહુલ ગાંધીએ કહ્યું કે દૂધ, લોટ, ગેસ સિલિન્ડર, સરસવનું તેલ અને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટો વધારો થયો છે. આ દરમિયાન લોટને લઈને તેમની જીભ લપસી તો તેઓ ટ્રોલ થવા લાગ્યા. તેનો વીડિયો વાયરલ થયો છે.
નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસની હલ્લાબોલ રેલીને રાહુલ ગાંધીએ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દૂધ, ગેસ સિલિન્ટર, લોટ, સરસવનું તેલ અને પેટ્રોલ ડીઝલની કિંમત અનેક ગણી વધી ગઈ છે. આ દરમિયાન લોટને લઈને તેમની જીભ લપસી તો ટ્રોલ થઈ ગયા. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
બોલવામાં રાહુલ ગાંધીથી થઈ ભૂલ
હકીકતમાં રાહુલ ગાંધી લોટના કેટલાક વર્ષો પહેલાના જૂના ભાવ અને આજના ભાવની તુલના કરી રહ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધીથી કિલોની જગ્યાએ લીટર બોલાય ગયું. તેમણે કહ્યું કે પહેલા લોટ 22 રૂપિયે લીટર હતો અને આજે 40 રૂપિયા લીટર વેંચાઈ રહ્યો છે. બસ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો રાહુલ ગાંધીને ટ્રોલ કરવા લાગ્યા.
કરોડપતિ સ્વીપરનું ટીબીથી મોતઃ ન લગ્ન કર્યા, ન કોઈ શોખ રાખ્યો, ખાતામાં રહી ગયા 70 લાખ રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube