રાહુલ ગાંધીએ આરોગ્ય સેતૂ એપ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોગ્ય સેતૂ પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ભાજપે આરોગ્ય સેતૂ એપને રક્ષક ગણાવતાં રાહુલ ગાંધી પર ખોટું બોલવા પર આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોગ્ય સેતૂ પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ભાજપે આરોગ્ય સેતૂ એપને રક્ષક ગણાવતાં રાહુલ ગાંધી પર ખોટું બોલવા પર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આરોગ્ય સેતૂ એપ એક પ્રભાવશાળી સર્વિલાંસ સિસ્ટમ છે, જેને પ્રાઇવેટ ઓપરેટરને આઉટસોર્સ કરવામાં આવ્યા છે અને કોઇ સંસ્થાગત દેખરેખ નથી, તેનાથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીને લઇને ગંભીર ચિંતા થઇ રહી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું 'આરોગ્ય સેતુ એપ એક પ્રભાવશાળી સર્વિલાંસ સિસ્ટમ છે, જેને પ્રાઇવેટ ઓપરેટને આઉટસોર્સ કરવામાં આવી છે અને કોઇ સંસ્થાગત દેખરેખ નથી, તેનાથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીને લઇને ગંભીર ચિંતા થઇ રહી છે. ટેક્નોલોજી આપણને સુરક્ષિત રહેવામાં મદદ કરી શકે છે, પરંતુ ભયનો લાભ ઉઠાવીને લોકોની તેમની સહમતિ વિના ટ્રેક ન કરવી જોઇએ.''
ભાજપે આરોગ્ય સેતુ એપને રક્ષક ગણાવતાં રાહુલ ગાંધી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પલટવાર કરતાં કહ્યું કે ''રાહુલ ગાંધીએ આજે પુન: તે કર્યું જેના માટે તે જાણીતા છે.- ખોટું બોલવું. આરોગ્ય સેતુ #COVIDના વિરૂદ્ધ આ યુદ્ધમાં આપણો વ્યક્તિગત અંગ રક્ષક છે. રાહુલ ગાંધી ખોટું બોલી ભારત પાસેથી આ અંગ રક્ષકને કેમ છિનવવા માંગે છે?''
એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ સરકાર પર આ એપ દ્વારા લોકોના અંગત ડેટા પ્રાપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે વિશ્વાસ અપાવ્યો છે કે આરોગ્ય સેતુ એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube