કોચ્ચિ : લોકસભા ચૂંટણી 2019ને ધ્યાને રાખી કોંગ્રેસ જનતા વચ્ચે સતત નવા-નવા વચનો આપી રહ્યા છે. પહેલા ગરીબોને લઘુત્તમ આવકની ગેરેન્ટી અને હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કેરળનાં કોચ્ચિમાં મહિલા અનામત મુદ્દે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જો 2019 લોકસભા ચૂંટણી બાદ  કોંગ્રેસ સત્તામાં આવે છે તો મહિલા અનામત વિધેયક તેની તુલનાને આધારે પસાર કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલની લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના ઇંદિરાની જેમ ગરીબી હટાવશે કે ગરીબોને? માયાવતી

રાહુલે બુથ સ્તરીય પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં જણાવ્યું કે, 2019ની ચૂંટણી જીતવા અંગે પહેલી વસ્તુ આપણે સંસદમાં મહિલા અનામત વિધેયક પસાર કરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ એક પાર્ટી કાર્યકર્તા દ્વારા સલાહ આપવામાં આવ્યા બાદ આ વાત કહી. તેમણે કહ્યું કે, અમે મહિલાઓનાં નેતૃત્વનાં સ્તર પર જોવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે, આ વિધેયકનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું પ્રાવધાન કરે છે. આ મુદ્દે સામાન્ય સંમતી નહી થઇ શકવાનાં કારણે આ વિધેયક લાંબા સમયથી અટવાયેલું છે. રાહુલ ગાંધીએ કેરળનાં કોચ્ચિમાં એક જનસભા દરમિયાન વડાપ્રધાન મોદી પર હૂમલો કરતા કહ્યું કે, મોદીએ પૈસાના લોકોને મૈક્સિમમ ઇનકમ ગેરેન્ટી આપી, અમે ગરીબોને મિનિમમ ઇનકમ ગેરેન્ટી આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે જો 2019માં કોંગ્રેસની સરકાર બને તો દેશનાં તમામ ગરીબોને લઘુત્તમ આવકની ગેરેન્ટી આપવામાં આવશે. 


ડિમોલેશન દરમિયાન નીરવ મોદીના બંગ્લામાંથી મળી આવ્યો ખજાનો, કામગીરી અટકાવાઇ

કોંગ્રેસના વચન પર માયાવતીએ ઉઠાવ્યા સવાલ
લઘુતમ આવકની ગેરેન્ટીના વચન બાદ બહુજન સમાજવાદી પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પર શાબ્દિક હુમલા કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની પુર્વવર્તી સરકારોનો રેકોર્ડ અને ખાસ કરીને ઇંદિરા ગાંધીની સરકારનાં બહુચર્ચિત ગરીબી હટાવોનાં નારા તથા જાહેરાતનાં પરિણામ જનતા સામે છે. કોંગ્રેસ અને ભાજપ આ બંન્ને જ પાર્ટીઓ દ્વારા ખેડૂતોની દુર્દશાને સમાપ્ત કરવાના મુદ્દે કરવામાં આવેલ વચન હવા-હવાઇ અને છળાવા સાબિત થયું છે. એટલું જ નહી બીએસપી ચીફે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બંન્ને અસફળ રહ્યા અને સાબિત કર્યું કે તેઓ એક સિક્કાનાં બે પાસા છે.