કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાપેલ વિમાન સોદામાં ‘ઓફસેટ સાઝેદાર’ના સંદર્ભમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના કથિત નિવેદનને લઈને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ભારતીય રક્ષા દળો પર 130,000 કરોડ રૂપિયાની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન અને અનિલ અંબાણીએ મળીને ભારતીય રક્ષા દળો પર 130,000 કરોડ રૂપિયાની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, મોદીજી તમે આપણા શહીદોના રક્તનું અપમાન કર્યું છે. તમને શરમ આવવી જોઈએ. તમે ભારતની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાહુલ ગાંધીએ ઓલાંદના કથિત નિવેદનને લઈને શુક્રવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. 



 રાહુલ ગાંધીએ ફ્રાંસ્વા ઓલાંદને અભિનંદન આપ્યા
તેમણે કહ્યું કે, વડાપ્રધાને બંધ રૂમમાં રાફેલ ડિલને લઈને વાતચીત કરી અને તેને બદલાવી. ફ્રાંસ્વા ઓલાંદનો આભાર છે કે, હવે અમને ખબર પડી ગઈ છે કે પીએમ મોદીએ દેવાળિયા થયેલ અનિલ અંબાણીને અરબોનો સોદો કરાવ્યો હતો. વડાપ્રધાને ભારતની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે આપણા સૈનિકોના રક્તનું અપમાન કર્યું છે. ફ્રાંસીસી મીડિયાના જણાવ્યા અનુસાર, ઓલાંદે કથિત રીતે કહ્યુ હતું કે, ભારત સરકારે 58,000 કરોડ રૂપિયાના રાપેલ વિમાન ડિલમાં ફ્રાન્સની વિમાન બનાવનારી કંપની દસાલ્ટ એવિએશનના ઓફસેટ સાઝેદાર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ રજૂ કર્યું હતું અને આવામાં ફ્રાન્સની પાસે કોઈ વિકલ્પ ન હતો.  


હકીકતમાં, ગાંધી અને કોંગ્રેસ ગત અનેક મહિનાઓથી આ આરોપ લગાવી રહ્યાં છે કે, મોદી સરકારે ફ્રાન્સનીકંપની દસાલ્ટ પાસેથી 36 રાફેલ ફાઈટર વિમાનની ખરીદીની જે ડિલ કરી હતી, તેનું મૂલ્ય આ પહેલાની યુપીએ સરકારમાં વિમાનોના ભાવને લઈને જે સહમતી બની હતી, તેની સરખામણી બહુ જ વધારે છે. તેનાથી સરકારી ખજાનાને હજારો કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. પાર્ટીએ એમ પણ દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિલને ચેન્જ કરાવી, જેથી એચએએલ પાસેથી બિઝનેસ લઈને રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવ્યો હતો.