એમ કરૂણાનિધિનું નિધનઃ રાહુલ ગાંધીએ કહ્યું- ભારતે પોતાનો મહાન પુત્ર ગુમાવ્યો
ડીએમકે અધ્યક્ષ એમ કરૂણાનિધિનું મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરૂણાનિધિના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ તેમને યાદ કરતા ટ્વીટર પર લખ્યું- દેશે પોતાનો મહાન પુત્ર ગુમાવી દીધો. મહત્વનું છે કે ડીએમકે અધ્યક્ષ એમ. કરૂણાનિધિનું મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયું. ઘણા દિવસથી તેમની હાલત ગંભીર હતી. હોસ્પિટલ બુલેટિને તેમના નિધનની પુષ્ટિ કરી છે. કરૂણાનિધિના મોતના સમાચાર મળતા જ તમિલનાડુમાં શોલની લાગણી છવાઇ ગઈ. સાંજે 6.10 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા.
હોસ્પિટલના કાર્યકારી ડાયરેક્ટર ડોક્ટર અરવિન્દન સેલ્વારાજ તરફથી જારી અખબારી યાદી અનુસાર, અમારે ખુબ દુખ સાથે જણાવવું પડી રહ્યું છે કે, આપણે પ્રિય કલૈંગ્નર એમ. કરૂણાનિધિનું સાત ઓગસ્ટ, 2018ના સાંજે 6 કલાક અને 10 મિનિટ પર નિધન થઈ ગયું. ડોક્ટરો અને નર્સોની અમારી ટીમના સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતા તેમને ન બનાવી શક્યા.
અખબારી યાદી અનાસાર, અમે ભારતના કદ્દાવર નેતાઓમાંથી એકના નિધન પર દુખ વ્યક્ત કરીએ છીએ અને પરિવારના સભ્યો તથા દુનિયાભરમાં વસેલા તમિલવાસિઓના દુખમાં ભાગીદાર બનીએ છીએ.
કરૂણાનિધિને બ્લડ પ્રેશર ઓછું થયા બાદ 28 જુલાઈએ તેમને ગોપાલપુરમ સ્થિત આવાસથી કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા તેઓ વોર્ડમાં દાખલ હતા બાદમાં સ્વાસ્થ્ય બગડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.