નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ તમિલનાડુમાં કહ્યું કે, ભારતમાં એવું ન થવું જોઈએ જ્યાં એક વિચાર બીજા વિચારો પર રાજ કરે. આપણે આવું ભારત જોતુ નથી, જ્યાં વિચારોનુ મહત્વ ન હોય. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદી આરએસએસ (RSS) અને ભાજપ (BJP) ના વિચારો સિવાય બધા પર હુમલો કરે છે. 


રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'પીએમ કહે છે કે ભારતની એક પરંપરા છે, એક ઈતિહાસ છે અને એક જ ભાષા છે. તેનો તે અર્થ છે કે તમિલ ભાષા, તમિલનો ઈતિહાસ અને તમિલની પરંપરાઓ ભારતની નથી. આપણે આવા ભારતની જરૂર નથી, જ્યાં બીજાની વાતો અને બીજાના વિચારોને સ્થાન ન હોય.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube