આજે દેશની મહિલા પોતાનાં ઘરની બહાર નિકળતા પણ ગભરાય છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, એક વિચારધારા નફરતની છે અને બીજી વિચારધાર પ્રેમ વહેંચવાની છે અને આ બંન્ને વચ્ચે યુદ્ધ છે
હૈદરાબાદ : ભાજપનાં નેતૃત્વવાળી એનડીએ સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો કે હૂમલો થવાનાં ડરથી દેશની મહિલાઓ હવે બરાક નિકળતા પણ ગભરાય છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ જે દેશભક્તિનાં પ્રતીક તરીકે પુજે છે તે સ્વતંત્રતા સેનાની એવા સમયે બ્રિટિશ સરકારને પત્ર લકીને પોતાને છોડી મુકવા માટેની અપીલ કરી હતી. જ્યારે મહાત્મા ગાંધી જેવા નેતાઓ જેલમાં હતા. તેમણે કહ્યું કે, દેશમાં હાલ બે વિચારધારાઓ છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, એક વિચારધારા નફરતની છે, બીજી પ્રેમ વહેંચવાની છે. આ બંન્ને વચ્ચે યુદ્ધ છે. જ્યારે પણ તમે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તમિલનાડુ, જ્યાં પણ જોશો સમગ્ર દેશનાં લોકો ડરેલા છે. આજે લોકો ધર્મ, સ્થાન અને ભાષા મુદ્દે પુછપરછ કરવામાં આવે છે. પછી તે રોહિત વેમુલા કે દલિત હોય કે આદિવાસી અથવા મુસ્લિમ હોય, તેને ધમકી અપાઇ રહી છે કારણ કે ભારતની હવે કેટલીક નબળાઇ છે.
મહિલાઓ મુદ્દે ગાંધીએ કહ્યું કે, મહિલાઓ આજે ભારતમાં બહાર નિકળવા માટે ખુબ જ ડરેલી છે. તેઓ જાણે છે કે તેમની સાથે શું થશે. તેનું કારણ છે. ભારતમાં પહેલીવાર આજે વડાપ્રધાન દેશને વહેંચવા, નફરત ફેલાવવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. આ જ પ્રકારે તેમનાં સમર્થકો નફરત ફેલાવે છે. રાહુલ ગાંધી ચાર મિનાર પર રાજીવ ગાંધી સદ્ભાવના યાત્રા સ્મૃતિ દિવસ પ્રસંગે હાજર લોકોને સંબોધી રહ્યા હતા.