હૈદરાબાદઃ Rahul Gandhi PC While Bharat Jodo Yatra: તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના કોથુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ શરૂ કરતા પહેલા ગુજરાતના મોરબીમાં થયેલા કેબલ પુલ દુર્ઘટનાને (Morbi Cable Bridge Collapse) ને લઈને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને જ્યારે આ દુર્ઘટનાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો કહ્યું કે આ મુદ્દે રાજનીતિ કરવા ઈચ્છતા નથી, આ ખુબ દુખદ ઘટના છે. રાજનીતિ કરવી યોગ્ય નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સિસ્ટમ સુધારવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'બંધારણીય માળખાને ખુબ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સંસ્થાઓ પર પૂર્વનિયોજીત હુમલા થયા છે. આ કેન્દ્ર જ નહીં રાજ્ય સ્તર પર પણ થયું છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો નક્કી કરશે કે દેશની સંસ્થાઓ આરએસએસથી આઝાદ થાય અને આઝાદ બની કામ કરે. અમારો પ્રસાય હશે કે પૈસા માત્ર કેટલાક લોકોના હાથના નિયંત્રણમાં ન રહે.'


ફિટ રહેવા માટે પદયાત્રાની જગ્યાએ જિમ જવું સારૂ
રાહુલ ગાંધીએ કહ્યું કે સ્વાસ્થ્ય માટે દેશભરની પદયાત્રાની જગ્યાએ જિમ સારૂ હોય છે. ભારત જોડો યાત્રા ભાજપ અને આરએસએસની નફરતની વિચારધારા  વિરુદ્ધ છે જે દેશને નબળો પાડી રહી છે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા એક વિચારધારા છે અને એક વિચાર છે. 


ભાવુક થયા PM, કહ્યું- હું એક્તાનગરમાં, પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે


ભારત જોડો યાત્રાનો વિચાર ક્યાંથી આવ્યો?
ભારત જોડો યાત્રા શરૂ કરવાના વિચાર વિશે જણાવતા રાહુલે કહ્યુ, 'ઘણા વર્ષ પહેલા અમે લોકોએ વિચાર્યું હતું કે આ યાત્રાને કરવા માટે પરંતુ કોવિડને કારણે યાત્રા રદ્દ કરવી પડી. રાજનીતિમાં આવતા પહેલા અમે આ યાત્રા વિશે વિચાર્યું હતું. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ઓબીસી વસ્તી ગણતરી અને તેના આંકડા જાહેર કરવાના પક્ષમાં છે.'


નોંધનીય છે કે સોમવાર (31 ઓક્ટોબર) એ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો 53મો દિવસ છે. આ યાત્રા ચાર રાજ્યોના 16 જિલ્લામાં પસાર થઈ છે. હાલ યાત્રા તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાંથી પસાર થઈ રહી છે. ભારત જોડો યાત્રામાં અત્યાર સુધી 2172 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube