નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના એલજી ઓફિસ પર ધરણા પર છેલ્લા સાત દિવસથી મૌન રહ્યાં બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું કે, વડાપ્રધાને આ ઘટના પર આંખ બંધ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ અને તેના મંત્રીઓ તરફથી જારી ધરણાના 8માં દિવસે રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં ન માત્ર વડાપ્રધાન પર નિશાન સાધ્યું પરંતુ મુખ્યપ્રધાન કેજરીવાલ પર પણ પ્રહાર કર્યો છે. 


રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું, દિલ્હીના મુખ્યપ્રધાન એલજી ઓફિસમાં ધરણા પર બેઠા છે, જ્યારે ભાજપ સીએમ આવાસ પર ધરણા કરી રહી છે. દિલ્હીના અધિકારીઓ પત્રકાર પરિષદ કરી રહ્યાં છે. વડાપ્રધાને આ સમગ્ર ઘટના પર આંખ બંધ કરી લીધી છે. દિલ્હીમાં જારી ડ્રામાથી જનતા પરેશાન છે. 



દિલ્હીમાં રાજ્ય સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલો તણાવ હજુ જારી છે. મુખ્યપ્રધાન કેજરીવાલ તરફથી સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યા અને હડતાળ ખતમ કરવાની અપીલની આઈએએસ એસોસિએશન તરફથી સ્વાગત કરાયા બાદ હવે હડતાળ ખતમ થવાના અવસર બની રહ્યાં છે. 


 


કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે, આઈએએસ ઓફિસર અમારા પરિવારનો ભાગ છે. તેમને સુરક્ષા આપવી અમારી જવાબદારી છે. ચૂંટાયેલી સરકારનો વિરોધ આઈએએસ ઓફિસર બંધ કરી દે. જેના જવાબમાં આઈએએસ એસોસિએશને ટ્વીટ કરીને કહ્યું કે, સંપૂર્ણ ઉર્જા અને જોશની સાથે કામ કરતા રહેશું. અમે આ પ્રકરણ પર મુખ્યપ્રધાનની સાથે ઔપચારિક વાતચીત માટે તૈયાર છીએ. 


આ ઘટના પર દિલ્હી હાઈકોર્ટે પણ આકરી ટિપ્પણી કરી છે. કોપ્ટે કહ્યું કે, અમે સમજી શકતા નથી કે આ ધરણા છે કે હડતાળ અને તેની શું મંજૂરી લેવામાં આવી કે જાતે જ નક્કી કરી લેવામાં આવ્યું છે. 


કોર્ટે સવાલ કર્યો કે, જો આ વ્યક્તિગત રૂપે (કેજરીવાલ અને મંત્રીઓ દ્વારા) નક્કી કરેલો નિર્ણય છે કો આ ઘરણા એલજીના ઘરની બહાર થવા જોઈતા હતા. શું એલજીના ઘરની અંદર ધરણા કરવા માટે મંજૂરી લેવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું કે, તમે કેમ કોઇના ઘરે કે ઓફિસમાંજ ઈને હડતાળ પર બેસી શકો છો. 


આ ધરણા કાર્યક્રમ પાછળ રાજનીતિકરણ થઈ ગયું છે, ઘણા પક્ષો કેજરીવાલના ધરણાને સમર્થન આપી રહ્યાં છે. 4 રાજ્યોના મુખ્યપ્રધાનો તરફથી સમર્થન મળ્યા બાદ શિવસેના અને જેડીયૂએ પણ કેજરીવાલનું સમર્થન કર્યું છે.