Pegasus Spyware: પેગાસસ જાસૂસી કાંડને લઈને કોંગ્રેસ એકવાર ફરીથી આક્રમક જોવા મળી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેગાસસ સ્પાઈવેર સંબંધિત અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સની એક ખબરનો હવાલો આપતા આજે  આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકારે 'દેશદ્રોહ' કર્યો છે. અમેરિકી અખબારની ખબર મુજબ 2017માં ભારત અને ઈઝરાયેલ વચ્ચે થયેલા લગભગ 2 અબજ ડોલરના અત્યાધુનિક હથિયારો અને ઈન્ટેલિજન્સ ઉપકરણોની ડીલમાં પેગાસસ સ્પાયવેર અને એક મિસાઈલ પ્રણાલીની ખરીદી મુખ્ય રીતે સામેલ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખબરને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે મોદી સરકારે આપણા લોકતંત્રની પ્રાથમિક સંસ્થાઓ, રાજનેતાઓ, તથા જનતાની જાસૂસી કરવા માટે પેગાસસ ખરીદ્યુ હતું. ફોન ટેપ કરીને સત્તા પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયપાલિકા બધાને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દેશદ્રોહ છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે. રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું કે મોદી સરકારે ભારતના શત્રુની જેમ કામ કેમ કર્ુયં અને ભારતીય નાગરિકો વિરુદ્ધ જ યુદ્ધના હથિયારોનો ઉપયોગ કેમ કર્યો?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube