નવી દિલ્હી : દેશની સૌથી જુની પાર્ટીની કમાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં હાથોમાં છે. રવિવારે કોંગ્રેસનાં પ્લેનરી સેશનમાં પીસીસી ડેલિગેટ અને એઆઇસીસીએ સભ્યોની હાજરીમાં કાર્યસમિતીનાં સભ્યોને પસંદ કરવાનો અધિકાર પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને આપવાનો પ્રસ્તાવ સર્વ સંમતીથી પાસ કરી દેવામાં આવ્યું છે. હવે ટુંકમાં જ કોંગ્રેસની કાર્યસમિતી (CWC)નાં સભ્યોનાં નામ પર મહોર લગાવી શકીએ છીએ. તેનો અર્થ સ્પષ્ટ છે કે, રાહુલ હવે પોતાની ટીમનાં સભ્યોનાં નામ પોતે નક્કી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં કાર્યસમિતીની મહત્વનાં નિર્ણયો લેનારી ઉચ્ચ કમિટી છે. માટે પાર્ટીનાં દરેક દિગ્ગજ નેતા કાર્યસમિતીનાં સભ્યોમાં પોતાનું નામ જોવા માંગે છે. રવિવારે કોંગ્રેસની નવી કાર્યસમિતીનાં સભ્યોનાં નામ પસંદ કરવા માટેનો અધિકાર રાહુલને સર્વસંમતીને સોંપી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની સામે એક મહત્વનું કામ પાર્ટી કાર્યસમિતીની રચના કરવાની છે. કાર્યસમિતીએ કોંગ્રેસ અધ્યક્ષ સહિત 25 સભ્યો હોય છે. તેમાંથી 12 સભ્યો માનદ હોય છે જ્યારે 12ની ચૂંટણી થાય છે.


કોંગ્રેસનાં પ્લેનરી સેશનમાં પાર્ટીની કાર્યસમિતીનાં તમામ સભ્યોને પસંદ કરવાનો અધિકાર રાહુલ ગાંધીને સોંપી દેવામાં આવ્યા છે. જો કે સામાન્ય રીતે કોંગ્રેસ અધ્યક્ષ જ CWC મેમ્બર્સની પસંદગી કરે છે. કોંગ્રેસે તમામ AICC સભ્યોએ રાહુલ ગાંધીને CWC મેમ્બર્સ માટે અધિકૃત કર્યા. રાહુલ ગાંધી હવે 24 સભ્યોની પસંદગી કરશે. આ પ્રકારે 12 કાર્યસમિતીનાં સભ્યો માટે ચૂંટણી નહી કરાવામાં આવે.


કોંગ્રેસમાં પ્લેનરી સેશનમાં પાર્ટીની કાર્યસમિતીનાં તમામ સભ્યોને પસંદ કરવાનો અધિકાર રાહુલને સોંપી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોંગ્રેસ અધ્યક્ષ જ CWC મેંબર્સની પસંદગી કરતા હોય છે. કોંગ્રેસનાં તમામ AICC સભ્યોએ રાહુલને CWC મેમ્બર્સ માટે અધિકૃત કર્યા. રાહુલ ગાંધી હવે 24 સભ્યોની પસંદગી કરશે. આ પ્રકારે 12 કાર્યસમિતીનાં સભ્યો માટે ચૂંટણી નહી થાય.