Watch Video: બજેટ ચર્ચા વખતે રાહુલ ગાંધી આખરે એવું તે શું બોલ્યા...કે નાણામંત્રી માથું પકડી હસી પડ્યા?
સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી બજેટ પર બોલ્યા અને ખુબ ગર્જ્યા. તેમણે સરકાર, નાણામંત્રી, પ્રધાનમંત્રી બધા પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધી લગભગ 40 મિનિટ સુધી બોલ્યા.આ દરમિયાન રાહુલ ગાંધીએ કઈક એવું કહ્યું કે જે સાંભળીને નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું માથું પકડી લીધુ અને હસવા લાગ્યા. જુઓ Video.
સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી બજેટ પર બોલ્યા અને ખુબ ગર્જ્યા. તેમણે સરકાર, નાણામંત્રી, પ્રધાનમંત્રી બધા પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધી લગભગ 40 મિનિટ સુધી બોલ્યા. જેમાં તેમણે અગ્નિવીર, પેપર લીક, કિસાન અને મિડલ ક્લાસ બધા પર વાત કરી. તેમણે બજેટ પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકારે મિડલ ક્લાસની પીઠમાં છરો ભોંક્યો છે. ખેડૂતો માટે કાળા કાયદા લાવ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કઈક એવું કહ્યું કે જે સાંભળીને નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું માથું પકડી લીધુ અને હસવા લાગ્યા.
નિર્મલા સીતારમણનું રિએક્શન
બજેટ પર બોલતા રાહુલ ગાંધીએ હલવા સેરેમનીની તસવીર દેખાડી. જેને દેખાડતી વખતે તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમ પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે નિર્મલા સીતારમણની ટીમમાં 20 ઓફિસર છે પરંતુ આ તસવીરમાં કોઈ ઓબીસી, પછાત વર્ગ, આદિવાસી વર્ગના ઓફિસર નથી. તસવીર દેખાડતા રાહુલે કહ્યું કે બજેટનો હલવો આ ફોટામાં વહેંચાઈ રહ્યો છે. પરંતુ તેમાં કોઈ પછાત, દલિત કે આદિવાસી ઓફિસર દેખાતા નથી. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે દેશનો હલવો ખાઈ રહ્યો છે અને બાકીના લોકોને હલવો મળી રહ્યો નથી. નાણા મંત્રાલયના અધિકારીઓની જાતિ અંગે રાહુલ ગાંધીની વાત સાંભળીને નાણામંત્રી હસવા લાગ્યા. રાહુલ ગાંધીની આ વાત સાંભળીને નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું માથું પકડી લીધુ. રાહુલ ગાંધીએ કહ્યું કે 20 ઓફિસરોએ બજેટને તૈયાર કર્યું, અમે માહિતી મેળવી. તેમના નામ મારી પાસે છે. રાહુલના આ ભાષણ પર ખુબ હંગામો પણ થયો. રાહુલ ગાંધીએ બજેટ દરમિયાન હલવા સેરેમનીવાળો ફોટો દેખાડ્યો જેના પર લોકસભા સ્પીકરે આપત્તિ પણ જતાવી. તેમણે કહ્યું કે આ નિયમો વિરુદ્ધ છે.
દેશનો હલવો વહેંચાઈ રહ્યો છે- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ બજેટની ટીકા કરતા કહ્યું કે 20 ઓફિસરોએ દેશનું બજેટ બનાવ્યું, હિન્દુસ્તાનનો હલવો પણ 20 લોકોએ વહેંચ્યો, બાકીના લોકોનું શું? તેમણે કહ્યું કે આ બજેટમાં મિડલ ક્લાસને કશું મળ્યું નથી, તેમની પીઠમાં છરો ભોંકવામાં આવ્યો. તેમણે કહ્યું કે આ મિડલ ક્લાસે પીએમના કહેવા પર થાળી તાળી વગાડી. પરંતુ આ બજેટમાં સરકારે તે મિડલ ક્લાસને છરો ભોંકી દીધો. તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે ચક્રવ્યુહ બનાવ્યો છે, જેનાથી કરોડો લોકોને નુકસાન થઈ રહ્યું છે.