ભીવાની: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું. પીએમ મોદી પર તેમણે આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે હું ભીવાનીમાં તમારા મનની વાત કરવા આવ્યો છું. હું તમારો આદેશ સંભળાવવા આવ્યો છું. બોક્સિંગ માટે મીની ક્યુબા કહેવાતા આ શહેરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભિવાનીમાં હું બોક્સિંગની વાત કરીશ. હું કોલેજમાં બોક્સિંગ કરતો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં પીએમ મોદી બોક્સિંગ રીંગમાં ઉતર્યા પરંતુ પોતાના કોચ અડવાણીને જ મુક્કો મારી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019: યુપીનું મિશન પાર પાડવાની જવાબદારી ભાજપના આ 5 'પાંડવ'ને શીરે


તેમણે કહ્યું કે બોક્સર નરેન્દ્ર મોદીએ બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ માટે લડવાનું હતું પરંતુ તેની જગ્યાએ તેમણે પોતાના કોચ અડવાણી અને તેમની ટીમ ગડકરી, જેટલી ઉપર નિશાન સાધ્યું. ત્યારબાદ તેએ ભીડમાં ગયાં અને નાના વેપારીઓ તથા ખેડૂતોને પંચ માર્યાં. 


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...