નવી દિલ્હી: રાહુલ ગાંધીએ ફળોના રાજા કેરીને લઈને એવું નિવેદન આપ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકો ચોક્કસપણે તેમના પર ભડકી ગયા હશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ નિવેદન પર પલટવાર કર્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીના કેરીવાળા નિવેદનને રીટ્વીટ કરતા લખ્યું કે તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્રકારોએ કેરીને લઈને એક સવાલ પૂછ્યો જેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને યુપીની કેરી પસંદ નથી. 


uru Purnima: ભગવાન બુદ્ધના માર્ગ પર ચાલીને મોટામાં મોટા પડકારનો સામનો કેવી રીતે કરી શકાય તે ભારતે કરી દેખાડ્યું- PM મોદી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીને યુપીની કેરી નથી ગમતી, આ કેરી ગમે છે
રાહુલ ગાંધી અને પત્રકારો વચ્ચે પ્રેસ કોન્ફન્સ દરમિયાન આ સંવાદ થયો હતો. કેટલાક પત્રકારોએ તેમને કેરીને લઈને એક સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મને યુપીની કેરી પસંદ નથી. મને આંધ્ર પ્રદેશની કેરી પસંદ છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનું આ નિવેદન ખુબ વાયરલ થયું અને લોકોએ પોત પોતાની રીતે પ્રતિક્રિયા પણ આપી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube