નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 13 જુનનાં રોજ ઇફ્તાર પાર્ટી આપશે. કોંગ્રેસ બે વર્ષના અંતરાલ બાદ ઇફતાર પાર્ટીનું આયોજન કરવા જઇ રહ્યા છે. પાર્ટીના લઘમતિ વિભાગને ઇફ્તારનું આયોજનની જવાબદારી આપવામાં આવી છે. રાહુલના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીની તરફથી પહેલીવાર ઇફ્તારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલની ઇફ્તાર પાર્ટીમાં કોંગ્રેસનાં નેતાઓ ઉપરાંત વિપક્ષી દળોના પણ ઘણા નેતાઓ જોડાશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ લઘુમતી વિભાગના અધ્યક્ષ નદીમ જાવેદે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલની મેજબાનીમાં 13 જુને ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવશે. આ આયોજન તાજ પેલેસ હોટલમાં હશે. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રહેવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015માં ઇફ્તારનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષની તરફથી ઇફ્તારનું આયોજન તે સમયે કરવામાં આવી રહ્યું છે.

જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ઇફ્તાર પાર્ટી રદ્દ કરી દેવામાં આવ્યું છે. કોવિંદની તરફથી કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ ભવનમાં કોઇ પ્રકારના કોઇ ધાર્મિક આયોજન નહી થાય. અત્રે ઉલ્લેખનીય છે કે અબ્દુલ કલામ દ્વારા પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઇફ્તાર રદ્દ કરવામાં આવી હતી