Rahul Gandhi Truck Video: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં જીત બાદ કોંગ્રેસના આત્મવિશ્વાસમાં ભરપુર વધારો થયો હશે એમાં કોઈ બેમત નથી. જોકે, રાહુલ ગાંધીની ભારત જોડે યાત્રા કર્ણાટકમાં કોંગ્રેસને ફળી ગઈ એવું પણ કહી શકાય. આ સ્થિતિની વચ્ચે રાજનીતિને બાજુએ મુકીને અડધી રાત્રે ચપ્પલ પહેરીને કેમ ટ્રક પર ચઢી ગયા રાહુલ ગાંધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અચાનક અડધી રાત્રે રાહુલ ગાંધી કેમ થઈ ગયા સવાર. સોશિયલ મીડિયામાં લાખો લોકોએ આ તસવીરો અને આ વીડિયો જોયો. શું રાહુલ ગાંધીનો ટ્રકવાળો આ વીડયો તમે જોયો? ચંદીગઢ હાઈવે પર મુસાફરી કરતા સમયે ગુરુદ્વારા પણ પહોંચ્યા હતા રાહુલ ગાંધી. ટ્રકનો આ વીડિયો હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો. 



ખુદ કોંગ્રેસના ટ્વીટર પેજ પર રાહુલ ગાંધીનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધો છે આ વીડિયો. રાહુલ ગાંધી અંબાલામાં ટ્રક ચલાવતા જોવા મળ્યા, ડ્રાઈવરોને મળી તેમની સમસ્યાઓ જાણી. રાહુલ ગાંધીનો આ વીડિયો સોમવાર રાતનો જણાવવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી શિમલા જવા રવાના થયા. તેથી જ તેણે અંબાલામાં ટ્રકની સવારી લીધી. રાહુલ ટ્રકમાં અંબાલાથી ચંદીગઢ ગયો હતો. આ દરમિયાન રાહુલે ડ્રાઈવરો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓને પણ સમજવાનો પ્રયાસ કર્યો. રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.




 


રાહુલ ગાંધી અંબાલામાં ટ્રક સવાર થયેલાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અંબાલામાં ટ્રક પર સવારી કરતા જોવા મળ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્રકમાં સવાર જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેણે અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી. કોંગ્રેસના તમામ કાર્યકરો અને નેતાઓએ રાહુલનો ટ્રકમાં મુસાફરી કરવાનો વીડિયો શેર કર્યો હતો.



કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા અનુસાર રાહુલ અંબાલામાં ટ્રક ડ્રાઈવરોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્રાઈવરોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.