અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કેમિકલકાંડથી થયેલા મોત અંગે નિશાન સાધ્યું છે. અત્રે જણાવવાનું કે આ ગોઝારા કેમિકલકાંડથી અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. કોઈ બહેને ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાનો પતિ તો કોઈએ પોતાના પિતા. સૌથી વધુ મોત બોટાદમાં થયા છે. બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરી છે. ગઈ કાલે 7 જેટલા આરોપીઓ પકડાયા હતા. 


રાહુલ ગાંધીએ આજે એક ટ્વીટ કરીને કહ્યું કે 'ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર ઉજડી ગયા. ત્યાં સતત અબજોની ડ્રગ્સ પણ જપ્ત થઈ રહી છે. જે ખુબ ચિંતાની વાત છે. આ કોણ લોકો છે જે બાપુ અને સરદાર પટેલની ધરતી પર બેધડક નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપી રહી છે?'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube