એમ્સમાં દાખલ અટલજીની હાલત સ્થિર, પીએમ મોદી, રાહુલ ગાંધીએ કરી મુલાકાત
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બગડવાનાં કારણે સોમવારે તેમને દિલ્હીનાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં ભર્તી કરવામાં આવી છે. એમ્સનાં સ્વાસ્તય બુલેટિન અનુસાર પુર્વ વડાપ્રધાનની તબિયત હવે સ્થિર છે. અટલ બિહારી વાજયેપીના અસ્વસ્થ હોવાનાં સમાચાર મળવા અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંદી એમ્સ પહોંચ્યા અને ત્યાં જઇને ડોક્ટર પાસેથી વાજપેયીજીના તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બગડવાનાં કારણે સોમવારે તેમને દિલ્હીનાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં ભર્તી કરવામાં આવી છે. એમ્સનાં સ્વાસ્યથય બુલેટિન અનુસાર પુર્વ વડાપ્રધાનની તબિયત હવે સ્થિર છે. અટલ બિહારી વાજયેપીના અસ્વસ્થ હોવાનાં સમાચાર મળવા અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી એમ્સ પહોંચ્યા અને ત્યાં જઇને ડોક્ટર પાસેથી વાજપેયીજીના તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશરે 50 મિનિટ સુધી એમ્સમાં રહ્યાં હતા. પીએમ મોદીએ ડોક્ટરો અને અટલજીનું ધ્યાન રાખતા લોકો સાથે મુલાકાત કરી હતી. હાલ ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી એમ્સ પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, પ્રકાશ જાવડેકર સહિતના તમામ નેતાઓએ અટલજીની એમ્સમાં મુલાકાત કરી હતી.
બીજી તરફ એમ્સે માહિતી આપી કે પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારે દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં મેડિકલ તપાસ માટે ભર્તી કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે. એમ્સ નિર્દેશક ડો.રણદીપ ગુલેરિયાનાં નેતૃત્વમાં ડોક્ટરની એક ટીમ તેમની તપાસ કરી રહી છે. રાહુલ ગાંધી એમ્સથી આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ તેમની તબિયત પુછવા માટે એમ્સ ગયા અને વાજપેયીના સ્વાસ્થયની તપાસ કરી રહેલા ડોક્ટરની સાથે મુલાકાત કરીને તેમની તબિયત પુછી હતી.
ઘટના અંગે જાણ થતા જ એક પછીએક તબક્કાવાર નેતાઓ અટલ બિહારી વાજપેયીની તબિયત પુછવા માટે એઇમ્સ જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અટલ બિહારી વાજપેયીની તબિયત પુછવા માટે એઇમ્સ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વાજપેયીની સંભાળ લઇ રહેલા ડોક્ટર્સ સાથે વાતચીત કરી અને તેમની તબિયત અંગેની માહિતી મેળવી હતી.
ઘણા લાંબા સમયથી અસ્વસ્થ છે વાજપેયી
અટલ બિહારી વાજપેયી લાંબા સમયથી અસ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાજપેયીનો જન્મ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. તેનાં પિતા કૃષ્ણ બિહારી વાજપેયી શિક્ષક હતા અને માતા કૃષ્ણ એક ગૃહીણી હતા. તેને મુળ રીતે તેનો સંબંધ ઉત્તરપ્રદેશનાં આગરા જિલ્લાના બટેશ્વર ગામના છે પરંતુ પિતા મધ્યપ્રદેશમાં શિક્ષકા હતા. માટે તેમનો જન્મ ત્યાં જ થયો. જો કે ઉત્તરપ્રદેશથી રાજનીતિક લગાવ સૌથી વધારે રહ્યો. પ્રદેશની રાજધાની લખનઉથી તેઓ સાંસદ રહી ચુક્યા છે.