મુંબઇ : મહાત્મા ગાંધીની હત્યા પાછળ આરએસએસનો હાથ હોવા અંગેના વિવાદીત ભાષણ આપવા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ગાળીયો કસાતો દેખાઇ રહ્યો છે. આ મામલે ભિવંડી કોંર્ટે રાહુલ ગાંધીને વિરૂધ્ધ આરોપનામું તૈયાર કર્યું છે. કોર્ટે રાહુલ ગાંધીને આઇપીસી કલમ 499, 500 ( માનહાનિ) અંતર્ગત આરોપ ઘડ્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ પોતાની પર લાગેલા આરોપોને નકાર્યા છે. આગામી સુનાવણી 10 ઓગસ્ટના રોજ હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના એક કાર્યકર્તા દ્વારા એમની વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિના એક કેસમાં મંગળવારે કોર્ટ સમક્ષ હાજર થયા હતા. રાહુલ ગાંધી 11 વાગે ભિવંડી કોર્ટમાં રજૂ થયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પોલીસે કોર્ટ સંકુલમાં સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો.


BJP પર હુમલો કરતા રાહુલ ગાંધીની થઈ ભૂલ, પાકિસ્તાન સાથે કરી ભારતની તુલના


અહીં નોંધનિય છે કે, કોર્ટે વર્ષ 2014માં આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતે દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલ માનહાનિ કેસની અરજી મામલે નિવેદન લેવા માટે રાહુલ ગાંધીમાં કોર્ટમાં હાજર રહેવા તાકીદ કરી હતી. કુંતેએ એક ચૂંટણીમાં રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ આ કેસ દાખલ કર્યો હતો. પોતાના ભાષણમાં રાહુલે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યા પાછળ આરએસએસનો હાથ હતો.