નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રનાં જલગામમાં દલિત બાળકો સાથે થયેલી ઘટના માટે આરએસએસ અને ભાજપને જવાબદાર ઠેરવ્યા હતા. રાહુલે જલગામ વાકાડી ગામમાં ત્રણ દલિત યુવકોને કુવામાં નહાવા બાદ તેને સજા આપી હોવાનાં સમાચાર સામે આવ્યા બાદ ભાજપ અને આરએસએસ પર શાબ્દિક હૂમલો કર્યો હતો. નોંધનીય છે કે આ ઘટના 10 જુને થઇ હતી અને આ ઘટના અંગે લોકોને ત્યારે જાણ થઇ જ્યારે તેમનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના પરથી માહિતી મળ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાનાં ટ્વીટર પર એક ટ્વીટ કરતા લખ્યું કે, મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં દલિત બાળકો પર અપરાધ ન માત્ર એટલો હતો કે તેો સવર્ણ કુવામાં નાઇ રહ્યા હતા. આજે માનવતા પણ તરણાનાની ઓથે પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. RSS-BJPની મનુવાદી નફરતની ઝેરી રાજનીતિ વિરુદ્ધ આપણે જો અવાજ નહી ઉઠાવીએ તો ઇતિહાસ ક્યારે પણ આપણને માફ નહી કરે. આ સાથે જ રાહુલે ત્રણેય બાળકોનો વીડિયો પણ શેર કર્યો હતો. 



વીડિયોમાં જોઇ શકાય છે કે, કયા પ્રકારે એક વ્યક્તિ બાળકોને બેલ્ટ વડે મારે છે.વીડિયોમાં બાળકો પત્તાથી પોતાનું શરીર ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ આ વિવાદ વધારે વકરી રહ્યો છે. જ્યા સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસનાં નિવેદન અંગે ચર્ચા કરીએ તો એક કોંગ્રેસી ટીમે ગામની મુલાકાત લીધી હતી. આ મુદ્દે મહારાષ્ટ્રનાં સામાજિક ન્યાય મંતરી દિલીપ કાંબ્લેએ કહ્યું કે, અત્યાર સુધી બે લોકોની અટક કરી લેવાય છે અને આ મુદ્દે હાલ વિસ્તૃત તપાસ ચાલી રહી છે. 

બીજી તરફ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, આ મુદ્દે એસસી-એસટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારનાં કિસ્સાઓ સહેવામાં નહી આવે. રામદાસ આઠવલેએ પણ આ અંગે નિવેદન આપતા કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. આ ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચવ્હાણ,પુર્વ રાજ્યમંત્રી લક્ષ્મણ  ઢોબલે એ પણ ઘટનાની નિંદા કરી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી.