રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું, `પરાજયથી નિરાશ થવાનું નથી, અમે અમેઠી નહીં છોડીએ`
રાહુલે કાર્યકર્તાઓનો આત્મવિસ્વાસ વધાર્યો અને કહ્યું કે તેમણે પરાજયથી નિરાશ થઈ જવાની જરૂર નથી અને વિસ્તારમાં જઈને પાર્ટીને વધુ મજબૂત કરવાની છે. તેમણે કહ્યું કે, તેઓ હવે વાયનાડથી સાંસદ છે, એટલે તેમણે વધુ સમય ત્યાં આપવો પડશે
અમેઠીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં પોતાના પરિવારની પરંપરાગત બેઠક અમેઠી પરથી પરાજિત થયા પછી બુધવારે પ્રથમ વખત અહીં આવ્યા હતા. રાહુલે આ દરમિયાન શૈક્ષણિક સંસ્થામાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં હાજર કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર રાહુલે જણાવ્યું કે, તેઓ અમેઠી છોડશે નહીં અને અહીં સતત આવતા રહેશે. તેમની બહેન પ્રિયંકા વાડ્રા પણ અહીં આવતી રહેશે.
રાહુલે કાર્યકર્તાઓનો આત્મવિસ્વાસ વધાર્યો અને કહ્યું કે તેમણે પરાજયથી નિરાશ થઈ જવાની જરૂર નથી અને વિસ્તારમાં જઈને પાર્ટીને વધુ મજબૂત કરવાની છે. તેમણે કહ્યું કે, તેઓ હવે વાયનાડથી સાંસદ છે, એટલે તેમણે વધુ સમય ત્યાં આપવો પડશે.
દેશભરની હાઈકોર્ટમાં 43.55 લાખ કેસ પેન્ડિંગ, નિકાલમાં વિલંબ અંગે સરકારે ગણાવ્યા કારણ
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, તેઓ ભલે વાયનાડથી ચૂંટાયા હોય પરંતુ અમેઠીના કાર્યકર્તાઓને જ્યારે પણ તેમની જરૂર હશે ત્યારે તેઓ હંમેશાં તેમની પડખે ઊભેલા હશે. આ દરમિયાન કાર્યકર્તાઓ સાથેની રાહુલની બેઠકમાં પ્રવેશ ન મળવાથી નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેટની બહાર જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રા વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
જૂઓ LIVE TV....