નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે અમિત શાહને હત્યાના આરોપી ગણાવીને જણાવ્યું છે કે આવા લોકો પાર્ટી અધ્યક્ષ છે. છત્તીસગઢની એક જનસભામાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપી અમને ડરાવી રહી છે. પ્રેસ અને ન્યાયતંત્રમાં પણ બધાને ડરાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે,'સંસદ ભવનમાં બીજેપી સાંસદો સાથે મારી વાત થતી હોય છે અને તેઓ જણાવે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એક શબ્દ પણ નથી બોલી શકતા.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલિકની દીકરી સાથે 'ક્લાર્ક' યેદિયુરપ્પાએ કર્યા હતા લગ્ન, કર્ણાટકના CMના જીવનના ખાસ સિક્રેટ્સ


રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે કર્ણાટકમાં સંવિધાન પર આક્રમણ થઈ રહ્યું છે. તેમણે ફરી એકવાર જસ્ટિસ લોયાના મોતને શંકાસ્પદ ગણાવ્યું હતું અને આ રીતે તેમણે અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે આખા દેશમાં ડરનો માહોલ છે અને કોઈ કંઈ બોલી શકે એમ નથી. પ્રેસની આઝાદી પણ છિનવાઈ ગઈ છે.



રાહુલ ગાંધીએ આરોપ મુક્યો છે કે વર્તમાન સરકાર માત્ર પૈસાદાર લોકોની જ લોન માફ કરે છે. તેમની પાસે જ્યારે ખેડૂતોની લોનમાફીની વાત આવે છે ત્યારે અરૂણ જેટલી કહે છે કે તેમની સરકાર લોન માફ કરવાની નીતિ પર કામ નહીં કરે. 



કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે હાલમાં સરકાર દરેક સંસ્થામાં સંઘના અને એક ખાસ વિચારધારાને વરેલા લોકોને સ્થાપિત કરી રહી છે. કોંગ્રેસે લાંબા સમય સુધી દેશમાં રાજ કર્યું છે પણ ક્યારેય કોઈ આવી હરકત નથી કરી.