નવી દિલ્હી : ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે પાર્ટીમાં થઇ રહેલા વ્યવહાર મુદ્દે રાહુલ ગાંધીએ ટીપ્પણી કરીને ખેદ વ્યક્ત કરતા ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે શનિવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષને ભાષાની મર્યાદા જાળવી રાખવી જોઇએ. સુષ્મા સ્વરાજે પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, રાહુલજી  અડવાણીજી અમારા પિતા તુલ્ય છે અને તેમણે આવું નિવેદન આપીને તેમની લાગણી દુભાવી છે. કૃપા કરીને તમારી ભાષાની મર્યાદાઓ જાળવી રાખો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેન-18 પર પથ્થરમારો કરનારા પકડાઇ જશે, ભારતીય રેલવેએ વાપરી આવી યુક્તિ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે એક રેલીમાં આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કર્યું છે અને પોતાનાં ગુરૂનું અપમાન કરવું હિંદુ સંસ્કૃતી નથી. રાહુલે વડાપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાપ હિંદુત્વની વાત કરે છે. હિંદુત્વમા ગુરૂ સર્વોચ્ચ હોય છે. તેઓ ગુરૂ શિષ્યની પરંપરાની વાત કરે છે. મોદીનાં ગુરુ કોણ છે? અડવાણીએ છે. મોદીએ અડવાણીને બહારનો રસ્તો દેખાડ્યો. જુતા મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અડવાણી અંગે આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધી પર ભાજપનો રોષ ફાટી નિકળ્યો છે. સૌથી મહત્વપુર્ણ બાબત છે કે, આ અંગે હજી સુધી કોઇ વરિષ્ઠ નેતા દ્વારા અધિકારીક રીતે કોઇ જ ટીપ્પણી કરવામાં આવી નથી. જો કે હાલ અડવાણી મુદ્દે ભાજપનાં તમામ ટોચના નેતાઓ મૌન પાળીને બેઠા છે. આ અંગે કોઇ જ ટીપ્પણી કરવા તૈયાર નથી.