રાયબરેલી: રાયબરેલીમાં મગંળવારે એક પાગલ પ્રેમીએ ડબલ બેરલ બંદૂકથી દુલ્હનને ગોળી મારી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને બંને મૃતદેહને પીએમ અર્થે મોકલી દીધા હતા. આ ઘટનાથી લગ્નની ખૂશીઓ માતમમાં ફેરવાઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પીએમ મોદીએ લોકસભા ચૂંટણીને લઇ રાહુલ ગાંધીને કરી આ અપીલ, સંપૂર્ણ વાંચો


મળતી જાણકારી અનુસરા, રાયબરેલીના બછરાંવા ક્ષેત્રના ગઝિયાપુર ગામના નિવાસી પુત્તી લાલાની પુત્રી આશાના લગ્ન ઉન્નાવ જિલ્લાના આગાપુર ગામના નિવાસી અનિલ સાથે થઇ રહ્યાં હતા. વરઘોડો દુલ્હનના દરવાજે આવી પહોંચ્યો હતો અને આગતા સ્વાગતા કરવામાં આવી રહ્યું હતું. જ્યારે દુલ્હન સ્ટેજ પર પહોંચી અને જયમાળાની વિધિ પૂર્ણ કરી રહી હતી. તે દરમિયાન દુલ્હનનો આશિક પણ ત્યાં હાજર હતો. પોતાની પ્રેમિકાને કોઇ બીજાની દુલ્હન બનતી જોઇ તે રોષે ભરાયો હતો. ત્યારે જ તેણે તેની ડબલ બેરલ બંદુક કાઢી અને દુલ્હન પર બે ફાયરિંગ કર્યું, જેનાથી દુલ્હનનું મોત નિપજ્યુ હતું.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...