નવી દિલ્હી : રેલમંત્રી પીયૂષ ગોયલ રેલવેનાં કાયાકલ્પની દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છે. ઇંફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવી ટ્રેન સેટનું નિર્માણ પણ કરવામાં આવશે. સ્ટેશનનાં સોંદર્યીકરણનું કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટ્રેન સેટ બનાવવા માટે મોદી સરકાર ઝડપથી ગ્લોબલ ટેન્ટર બહાર પાડવાની તૈયારીમાં છે. રેલ મંત્રાલય આ ટેંડર કાઢશે જેમાં ચીન, જર્મની અને અમેરિકા સહિત અનેક દેશોની કંપનીઓનો સમાવેશ થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ : બાંદ્રામાં MTNL બિલ્ડીંગમાં ભીષણ આગ, અંદાજે 100 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ
જો કે આ ટ્રેન સેટનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ કરવું પડશે. જો કે બનાવનારી કંપની બીજા દેશની હોઇ શકે છે. સરકારનો પ્રયાસ ઝડપથી રોજગાર પેદા કરવાનો છે. એટલા માટે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને મહત્તમ પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. 


હવે રેલવેમાં મુસાફરી દરમિયાન મળશે તમને એરલાઇનનો અનુભવ, IRCTCની ખાસ તૈયારી
ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, ટ્વીટ કરીને કહ્યું-કઈ રીતે સૌથી અલગ છે મિશન
વિદેશી કંપનીઓને આકર્ષીત કરવા માટે બલ્ક ઓર્ડર અને લાંબી અવધી માટે મેન્ટેન્સ ક્લોઝના નિયમ લાગુ કરવામાં આવી શખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશી સૌથી ઝડપી ગતિથી ચાલનારી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને ICF (ઇંટ્રીગલ કોચ ફેક્ટ્રી) એ માત્ર 100 કરોડ રૂપિયામાં બનાવી હતી. જો કે આગામી ટેંડરમાં ભ્રષ્ટાચારનાં આરોપ બાદ ટેંડરો પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત આરોપોની પણ તપાસ ચાલી રહી છે. 


સોનભદ્ર નરસંહારનો વીડિયો આવ્યો સામે, હુમલા બાદ લોહીથી લથપથ જોવા મળ્યા લોકો
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની પહેલી ટ્રેન T-18 ના મેન્યુફેક્ચરિંગમાં તમામ પ્રકારનાં આરોપ લાગ્યા. સેફ્ટી નિયમોનાં ઉલ્લંઘનથી માંડીને સ્થાનિક કંપનીઓને ફાયદો પહોંચાડવાનાં આરોપો લાગ્યા બાદ આ મુદ્દો વિજિલન્સ વિભાગ સુધી પહોંચ્યો. હાલ વિજિલન્સ વિભાગ ટ્રેન -18નાં મેન્યુફેક્ચરિંગ અંગેના તમામ આરોપોની તપાસ કરી રહ્યું છે .આ બધાને જોતા સરકારે ચેન્નાઇ ખાતે ICFમાં ટ્રેન સેટ મેન્યુફેક્ચરિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે.